IPL 2024/ KKR vs SRH Live: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટ પર 208 રન કરીને વિજય મેળવ્યો

IPL 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ (KKR vs SRH) વચ્ચે ઈડન ગાર્ડન્સમાં મેચ રમાઈ રહી છે. બંને ટીમો નવા કેપ્ટન સાથે આ મેચમાં ઉતરી છે.

Top Stories Sports
YouTube Thumbnail 2024 03 23T194149.963 KKR vs SRH Live: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટ પર 208 રન કરીને વિજય મેળવ્યો

IPL 2024ની ત્રીજી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. ચાહકોને આ મેચમાં રોમાંચક મુકાબલાની અપેક્ષા છે. આ મેચમાં SRH એ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વાસ્તવમાં બંને ટીમો પાસે નવા કેપ્ટન છે. આ વખતે કોલકાતાની કપ્તાની શ્રેયસ અય્યર કરી રહ્યો છે. ઈજાના કારણે ઐયર આઈપીએલની ગત સિઝનમાં રમી શક્યો ન હતો. તે સમયે ટીમનું સુકાન નીતીશ રાણા સંભાળતા હતા, પરંતુ હવે ઐયરની વાપસી બાદ તેને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની કપ્તાની પેટ કમિન્સ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જોઈએ આ મેચનો લાઈવ સ્કોર.

KKR vs SRH Live Updates…

KKR vs SRH Live 11:29: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટ પર 208 રન કરીને વિજય મેળવ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટ પર 208 રન કરીને વિજય મેળવ્યો છે. કોલકાતા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. અને હૈદરાબાદની ટીમને 209 રનનો લક્ષાંક આપ્યો હતો. અને હૈદરાબાદે  7 વિકેટ પર 204 રન કરીને માત્ર 4 રનથી પરાજીત થઇ છે.

KKR vs SRH Live 11:11: અબ્દુલ સમદ 11 બોલમાં 15 રન  કરીને આઉટ 

અબ્દુલ સમદ 11 બોલમાં 15 રન  કરીને આઉટ થયા છે. હૈદરાબાદની ટીમના 5 વિકેટ પર 164 રન. 14 બોલમાં 45 રન જીતવા માટે જોઇએ.

KKR vs SRH Live 10:42:સનરાઇઝર્સ હૈદરાબાદના વધુ એક ખેલાડીની વિકેટ

સનરાઇઝર્સ હૈદરાબાદના વધુ એક ખેલાડીની વિકેટ રાહુલ ત્રિપાઠી 20  બોલમાં 20 કરીને આઉટ થયા છે. હૈદરાબાદની ટીમના 4 વિકેટના નુકસાન પર 111 રન .

KKR vs SRH Live 10:38: સનરાઇઝર્સ હૈદરાબાદનીં ટીમે વઘુ એક વિકેટ ગુમાવી

સનરાઇઝર્સ હૈદરાબાદનીં ટીમે વઘુ એક વિકેટ ગુમાવી છે. એઇડન માર્કરામ 13 બોલમાં 17 રન કરીને આઉટ થયા છે. હૈદરાબાદની ટીમના 3 વિકેટ પર 110 રન.

KKR vs SRH Live 10:15: સનરાઇઝર્સ હૈદરાબાદનીં ટીમે બીજી વિકેટ ગુમાવી

સનરાઇઝર્સ હૈદરાબાદનીં ટીમે બીજી વિકેટ ગુમાવી છે. અભિષેક શર્મા 19 બોલ પર 32 રન કરીને આઉટ થયા છે. હૌદરાબાદ ટીમના 2 વિકેટના નુકસાન પર 76 રન.

KKR vs SRH Live 10:03: સનરાઇઝર્સ હૈદરાબાદનીં ટીમને સૌથી મોટો ઝટકો

સનરાઇઝર્સ હૈદરાબાદનીં ટીમને સૌથી મોટો ઝટકો,મયંક અગ્રવાલ 21 બોલ પર 32 રન કરીને આઉટ થયા. હૈદરા બાદની ટીમના 1 વિકેટ પર 61 રન.

KKR vs SRH Live 9:39: હૈદરાબાદની ટીમે 209 રનના લક્ષાંકથી બેટિંગ શરૂ કરી

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 209 રનના લક્ષાંકથી બેટિંગ શરૂ કરી. મંયક અગ્રવાલ અને અભિષેર શર્મા ઓપનિંગમાં બેટિંગ કરવા ઉતર્યા.

KKR vs SRH Live 9:30: કોલકાતા ટીમે 7 વિકેટ પર  208 રન કર્યા 

કોલકાતા ટીમે 7 વિકેટના નુકસાન પર 208 રન કર્યા. અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને 209 રનનો લક્ષાંક આપ્યો.

KKR vs SRH Live 9:18: આન્દ્રે રસલે કરી છગ્ગા ચોગ્ગાની લહેર

આન્દ્રે રસલે કરી છગ્ગા ચોગ્ગાની લહેર , 7 છગ્ગા અને 3 ચોગ્ગા મારીને 23 બોલ પર 62 રન કર્યા. કોલકાતા ટીમના 7 વિકેટના નુકસાન પર 205 રન.

KKR vs SRH Live 8:44: કોલકાતાએ બીજી 3  વિકેટ ગુમાવી

કોલકાતાએ બીજી 3  વિકેટ ગુમાવી. નીતિશ રાણા 11 બોલ પર 9 રન , રનમદીપ સિંહ 17 બોલ પર 35 રન ,ફિલિપ ડીન  સોલ્ટ 40 બોલ પર 54 રન કરીને આઉટ થયા. કોલકાતા ટીમના 6 વિકેટ પર 119 રન

KKR vs SRH Live 7:54: ટી નટરાજનો કહેર

કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઘણી મુશ્કેલીમાં જોવા મળી રહી છે. ટી નટરાજને એક જ ઓવરમાં KKRને મુશ્કેલીમાં મૂકી દીધું છે. તેણે આ ઓવરમાં વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યરને આઉટ કર્યા. KKR સ્કોર 32/3

KKR vs SRH Live 7:54 : કોલકાતાની ટીમે શરૂઆતમાં 3 વિકેટ ગુમાવી.

કોલકાતાની ટીમે શરૂઆતમાં 3 વિકેટ ગુમાવી. સુનિલ નારાયણ 2 રન,વેંકટેશ ઐયર 7 રન અને શ્રેયસ ઐયર 0 રને આઉટ થયા. કોલકાતા ટીમના 3 વિકેટ પર 32 રન

KKR vs SRH Live 7:35 : કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન

ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.

KKR vs SRH Live 7:34 : સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન

મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જોન્સન, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડેય, ટી નટરાજન.

KKR vs SRH Live 7:12 

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પેટ કમિન્સ IPLમાં પ્રથમ વખત SRH તરફથી રમી રહ્યો છે.

અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડન માર્કરામ (કેપ્ટન), માર્કો જોન્સન, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ, ટ્રેવિસ હેડ, વાનિન્દુ હસરંગા, પેટ કમિન્સ, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, જાથવેદ સુબ્રમણ્યન.

શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, ફિલ સોલ્ટ, સુનીલ નારાયણ, સુયશ શર્મા, અનુકુલ રોય, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, કેએસ ભરત, ચેતન સાકરિયા, મિશેલ સ્ટાર્ક , અંગક્રિશ રઘુવંશી, રમનદીપ સિંહ, શેરફેન રધરફોર્ડ, મનીષ પાંડે, મુજીબ ઉર રહેમાન, દુષ્મંથા ચમીરા, સાકિબ હુસૈન.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….