Surat/ સુરતમાં ABVPના કાર્યકરોનું વીર નર્મદ યુનિવર્સિટી બહાર વિરોધ પ્રદર્શન

એબીવીપી દ્વારા સુરત શહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. સંદેશખાલીની ઘટનાને લઇ વીર નર્મદે સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ..

Top Stories Gujarat

@દિવ્યેશ પરમાર

Surat News: એબીવીપી દ્વારા સુરત શહેરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. સંદેશખાલીની ઘટનાને લઇ વીર નર્મદે સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળના સંદેશખલીની ઘટનાને લઈને સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના સંદેશખાલી વિસ્તારમાં જે પ્રકારે બળજબરીથી મહિલાઓનું યૌન શોષણ અને જમીન પચાવી પાડવાના મામલે બંગાળ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે હાલના બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સામે મહિલાઓ પર કરેલા અત્યાચાર મામલે સમગ્ર દેશમાં વિવિધ જગ્યા પર મમતા બેનર્જી સામે નારાબાજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે જે મામલે સુરતમાં પણ આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બંગાળમાં મહિલા નેતા શાસન કરી રહ્યા છે. તેમ છત્તા તે મહિલાઓને સુરક્ષિત રાખતા નથી અને પોતાના જ કાર્યકર્તાઓની હવસ પૂરી કરવા માટે આ મહિલાઓ પાસે મોકલી આપે છે. જે ક્યારેય સહન કરવામાં આવશે નહીં અને મમતા બેનર્જી સામે વિરોધ નોંધાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :જૂનાગઢમાં આજથી શિવરાત્રિના મેળાનો વિધિવત્ પ્રારંભ

આ પણ વાંચો :વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સનો માલિક લૂંટાયો

આ પણ વાંચો :પ્રહાર/‘મોદી પરિવાર’ પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીએ શેર કર્યો ફોટો,આ છે ‘અસલ ફેમિલી’