Vadodara/ વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સનો માલિક લૂંટાયો

સાધલી ગામમાં સાધલી-કરજણ રોડ ઉપર રાત્રિના સમયે જય અંબે જ્વેલર્સના માલિક પોતાની દુકાન બંધ કરી કરજણ ઘરે પરત જતા સમયે ચાર લૂંટારાઓએ વેપારીની ગાડીને…

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 05T114241.729 વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સનો માલિક લૂંટાયો

Vadodara News: વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સના માલિકને આંતરીને લૂંટારાઓએ લૂંટ ચલાવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. સાધલી ગામે જય અંબે જ્વેલર્સના માલિકને આંતરીને 4 લૂંટારાઓએ ચાકુ અને તલવાર સાથે લૂંટ ચલાવી અંદાજે અઢી તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. શિનોર પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

WhatsApp Image 2024 03 05 at 11.44.17 AM વડોદરાના સાધલી-કરજણ રોડ પર જ્વેલર્સનો માલિક લૂંટાયો

રાજ્યમાં અપરાધોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. વડોદરા જીલ્લાના સાધલી ગામમાં સાધલી-કરજણ રોડ ઉપર રાત્રિના સમયે જય અંબે જ્વેલર્સના માલિક પોતાની દુકાન બંધ કરી કરજણ ઘરે પરત જતા સમયે ચાર લૂંટારાઓએ વેપારીની ગાડીને અકસ્માત કર્યો હતો. લૂંટારાઓએ પત્થરથી વેગન આર ગાડીના કાચ તોડી ચાકુ અને તલવારની ધારે વેપારીની ચેન અને લોકેટ લૂંટ્યા હતા.

અંદાજે અઢી તોલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનાની જાણ થતાં શિહોર પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :પ્રહાર/‘મોદી પરિવાર’ પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીએ શેર કર્યો ફોટો,આ છે ‘અસલ ફેમિલી’

આ પણ વાંચો :રાજીનામું/ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું…

આ પણ વાંચો :સમન્સ/TMCના દિગ્ગજ નેતા મહુઆ મોઇત્રાને ફરી એકવાર EDએ મોકલ્યું સમન્સ