Not Set/ પાકિસ્તાન પહોંચતા સિદ્ધુ ના બદલાયા સુર : પાકિસ્તાન અને બાજવાના કર્યા વખાણ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુનો અંદાજ સરહદ પાર કરતા જ બદલાઈ ગયો હતો. સવારે ઈમરાનના શપથ ગ્રહણમાં પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને જાદુની જપ્પી આપવાવાળા સિદ્ધુએ સાંજ થતા એક પગલું આગળ વધીને પાકિસ્તાન અને બાજવાના ખુબ વખાણ કર્યા. પાકિસ્તાન પહોંચેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ એક બાદ […]

Top Stories India World
sindhu પાકિસ્તાન પહોંચતા સિદ્ધુ ના બદલાયા સુર : પાકિસ્તાન અને બાજવાના કર્યા વખાણ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના શપથ ગ્રહણમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુનો અંદાજ સરહદ પાર કરતા જ બદલાઈ ગયો હતો. સવારે ઈમરાનના શપથ ગ્રહણમાં પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને જાદુની જપ્પી આપવાવાળા સિદ્ધુએ સાંજ થતા એક પગલું આગળ વધીને પાકિસ્તાન અને બાજવાના ખુબ વખાણ કર્યા.

પાકિસ્તાન પહોંચેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ એક બાદ એક વિવાદિત નિવેદન આપી રહ્યા છે. ઇસ્લામાબાદમાં સિદ્ધુએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પાકિસ્તાન અને બાજવાના એમણે ખુબ વખાણ કર્યા.

ઇસ્લામાબાદમાં ઇમરાન ખાનની મહેમાનનવાજી માણી રહેલા સિદ્ધુ પાકિસ્તાની સેનાના કરતૂતોને ભૂલી ગયા અને એમના ખુલીને વખાણ કર્યા. પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધુએ કહ્યું કે હું પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું. જેટલો પ્રેમ હું લઈને આવ્યો હતો, એનાથી 100 ગણો પ્રેમ હું પાછો લઇ જઈ રહ્યો છું. સિદ્ધુએ પાકિસ્તાનના વખાણ કરતા કહ્યું કે જે પાછું મળ્યું છે, એ વ્યાજ સહીત મળ્યું છે.

આટલે જ ના થોભતાં, સિદ્ધુએ કહ્યું કે જનરલ બાજવા સાહેબ મને ભેટ્યા અને કહ્યું કે અમે શાંતિ ઇચ્છીએ છીએ. સિદ્ધુએ કહ્યું કે આજે સવારે જનરલ બાજવા મારી પાસે આવ્યા અને કહ્યું કે અમે લોકો ગુરુ નાનક દેવની 550મી જયંતિ પર કરતારપુર રુટ ખોલવાનો વિચાર કરી રહ્યા છીએ.

સિદ્ધુની હરકતોથી કોંગ્રેસ પણ અસહજ મહેસુસ કરી રહી છે. વાત અહીં જ ખતમ નથી થતી. શપથ ગ્રહણમાં સિદ્ધુ પીઓકેના રાષ્ટ્રપતિની બાજુમાં બેઠેલા નજરે ચડ્યા હતા. પીઓકે કાશ્મીરનો એ હિસ્સો છે,જેના પર પાકિસ્તાને કબ્જો કરી લીધો છે. સિદ્ધુના આવા વલણે ઘણા સવાલ ઉભા કર્યા છે. ઇમરાને શપથ ગ્રહણ માટે સુનિલ ગાવસ્કર અને કપિલ દેવને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ બંનેએ આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.