Justin Trudeau Plane/ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ખામી સર્જાતા મોદી સરકારે VIP પ્લેનની કરી હતી ઓફર પરતું…

ટ્રુડો રવિવારેના રોજ કેનેડા જવાના હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેઓ અહીં અટવાઈ ગયા હતા

Top Stories India
2 2 5 કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના વિમાનમાં ખામી સર્જાતા મોદી સરકારે VIP પ્લેનની કરી હતી ઓફર પરતું...

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમનું પ્રતિનિધિમંડળ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓએ દિલ્હી રોકાવવું પડયું હતું,ટેકનિકલ સમસ્યા દૂર થતા તેઓ  દિલ્હીથી રવાના થયા હતા. ટ્રુડો રવિવારેના રોજ કેનેડા જવાના હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેઓ અહીં અટવાઈ ગયા હતા.આ ટેકનિકલ સમસ્યા સર્જાઇ હોવાથી મોદી સરકારે  ટ્રુડોને એર ઈન્ડિયાના વીઆઈપી પ્લેનમાં મુસાફરી કરવાની ઓફર કરી હતી, પરંતુ કેનેડાના PMએ ના પાડી હતી. ટ્રુડોને વિદાય આપવા માટે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ એરપોર્ટ પર હાજર રહ્યા  હતા.

કેનદ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સોશિયલ મીડિયા પર ટ્રુડો સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને તેમણે  લખ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારમાં મારા સાથીદારો વતી હું કેનેડાના માનનીય વડાપ્રધાનને અભિનંદન આપું છું. G20 સમિટમાં જસ્ટિન ટ્રુડોની  હાજરી બદલ તેમનો આભાર માનવા રાજય મંત્રી એરપોર્ટ પર હાજર હતા. તેમણે વડાપ્રધાન જસ્ટિન અને પ્રતિનિધિ મંડળને સુરક્ષિત રીતે પરત ફરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Nitin Gadkari/ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા