Not Set/ જબરો કર્યો વિકાસ ! UPની પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓને મિડ-ડે ભોજનમાં રોટલી-મીઠું અપાય છે !

22 ઓગસ્ટ, ગુરુવારે વ્યાપક રૂપે શેર કરાયેલ એક વિડિઓમાં ઉત્તર પ્રદેશનાં મિરઝાપુરની સિયુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મિડ ડે મીલ એટલે કે મધ્યાન ભોજનમાં રોટલી અને મીઠું વહેંચતી બે મહિલાઓ બતાવવામાં આવી છે. એક સમાચાર એજન્સી દ્વારા અમુક ફોટા પણ આ મામલે પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં બાળકોને ફ્લોર પર બેઠા બતાવવામાં આવ્યા છે અને જેમાં […]

Top Stories India
meal.PNG1 જબરો કર્યો વિકાસ ! UPની પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓને મિડ-ડે ભોજનમાં રોટલી-મીઠું અપાય છે !

22 ઓગસ્ટ, ગુરુવારે વ્યાપક રૂપે શેર કરાયેલ એક વિડિઓમાં ઉત્તર પ્રદેશનાં મિરઝાપુરની સિયુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મિડ ડે મીલ એટલે કે મધ્યાન ભોજનમાં રોટલી અને મીઠું વહેંચતી બે મહિલાઓ બતાવવામાં આવી છે. એક સમાચાર એજન્સી દ્વારા અમુક ફોટા પણ આ મામલે પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં બાળકોને ફ્લોર પર બેઠા બતાવવામાં આવ્યા છે અને જેમાં સ્ટીલની પ્લેટોમાંથી રોટીસ અને મીઠાં સિવાય કંઈ જ જોવામાં આવતું નથી.

meal જબરો કર્યો વિકાસ ! UPની પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓને મિડ-ડે ભોજનમાં રોટલી-મીઠું અપાય છે !

વિકાસની આ એવી તે હદ થઇ ગયેલી જોવા મળી કે, યુપીનાં શિક્ષણ સત્તાધીશોએ બે શિક્ષકોને સસ્પેન્ડ કરી દીધા છે અને ત્યારબાદ આ ઘટનાની તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આદેશ તો અપાઇ ગયા  અને તપાસ પણ થશે અને સજા પણ મળશે તેમાં કોઇ શક નથી. પરંતુ પ્રશ્નએ છે કે, આવી દેશમાં કેટલી શાળાઓ હશે? જ્યાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો હશે ? તેનું શું ?.

meal.PNG2 જબરો કર્યો વિકાસ ! UPની પ્રા. શાળાનાં વિદ્યાર્થીઓને મિડ-ડે ભોજનમાં રોટલી-મીઠું અપાય છે !

આપને જણાવી દઇએ કે 19 ઓગસ્ટના રોજ, પશ્ચિમ બંગાળનાં હુગલી જિલ્લામાંની શાળાનાં બાળકોને મિડ-ડે ભોજન યોજના હેઠળ માત્ર ચોખા અને મીઠું પીરસવામાં આવ્યું
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ ઘટનાનો એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, “આ યુપીમાં ભાજપ સરકારનું રાજ્ય છે.” આમ પ્રિયંકા દ્વારા યુપીની યોગી સરકાર પર આ મામલે નીશાન સાધવામાં આવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.