મીની નોટબંધી/ કેમ લોકોએ સંઘરી રાખી છે ₹2000ની નોટ; RBIએ આપી મહત્વપૂર્ણ જાણકારી

₹2000ની 97 ટકાથી વધુ નોટો ભારતીય રિઝર્વ બેન્ક (RBI)માં પાછી આવી ગઇ છે.

India
RBI કેમ લોકોએ સંઘરી રાખી છે ₹2000ની નોટ; RBIએ આપી મહત્વપૂર્ણ જાણકારી

નવી દિલ્હી: ₹2000ની 97 ટકાથી વધુ નોટો ભારતીય રિઝર્વ બેન્ક (RBI)માં પાછી આવી ગઇ છે. આ 2016ના નોટબંધીના સમય જેવું જ છે, જ્યારે 500 અને 1000 રૂપિયાની લગભગ 99 ટકા નોટો દેશમાં પાછી આવી હતી. RBIએ બુધવારે ₹2000ની નોટ સંબંધિત વિગતો શેર કરી હતી. સેન્ટ્રલ બેંકે પહેલા લોકોને તેને બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો, બાદમાં તેને 7 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યો હતો.

આ વર્ષે 19 મેના રોજ ભારતીય રિઝર્વ બેંકે ₹2000ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, આ વખતનું ડિમોનેટાઇઝેશન 2016 કરતા તદ્દન અલગ હતું. તે સમયે દેશમાં રૂ.500 અને રૂ.1000ની નોટોનું લીગલ ટેન્ડર નાબૂદ કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે રૂ.2000ની નોટોનું લીગલ ટેન્ડર યથાવત રાખવામાં આવ્યું હતું.

જનતા પાસે હજુ પણ ઘણા લેણાં બાકી છે

સેન્ટ્રલ બેંકે કહ્યું કે સામાન્ય લોકોમાં હજુ પણ ₹2000ની ₹10,000 કરોડની નોટો બાકી છે. આ નોટો હજુ પણ બેંકોની સિસ્ટમમાં પાછી આવી નથી. જ્યારે 19 મેના રોજ ₹2000ની નોટોના વિમુદ્રીકરણની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ₹2000 ની ₹3.56 લાખ કરોડની નોટો ચલણમાં હતી. હવે 31 ઓક્ટોબર, 2023ના રોજ બજારમાં માત્ર 10,000 કરોડ રૂપિયાની નોટો બચી છે.

પોસ્ટ દ્વારા કરી શકો છો 2000 રૂપિયાની નોટ પરત

જો તમારી પાસે હજુ પણ ₹2000ની નોટ બાકી હોય તો તમે તેને બદલી શકો છો. અસલમાં આરબીઆઈએ બેંકો દ્વારા ₹ 2000ની નોટ સ્વીકારવાનું બંધ કરી દીધું છે, પરંતુ આ નોટો હજુ પણ સમગ્ર દેશમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં બદલી શકાય છે. દેશના વિવિધ ભાગોમાં 19 સ્થળોએ આરબીઆઈની ઓફિસ છે, જ્યાં આ નોટો બદલી શકાય છે.

એટલું જ નહીં તમે બાકીની ₹ 2000ની નોટો પોસ્ટ દ્વારા RBI ઓફિસમાં મોકલીને જમા પણ કરી શકો છો. તમારે તેની સાથે તમારી બેંક વિગતો મોકલવાની રહેશે, જ્યાં RBIને પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલી ₹2000ની નોટ પ્રાપ્ત થયા પછી તે જ રકમ તમારા ખાતામાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચો-બિહારમાં મોટી દુર્ઘટના: બોટ પલટી જતાં 18 લોકો લાપતા; રેસ્ક્યુ ઓપરેશનમાં 3ના મૃતદેહ મળ્યા

આ પણ વાંચો- દિવાળીના તહેવારને ST વિભાગનો એક્શન પ્લાન, વતન લઈ જવા ST દોડાવશે વધારાની 2000 બસ