આદેશ/ બંગાળમાં હિંસા મામલે રાષ્ટ્રીય માનવ અધિકારી પંચે તપાસના આદેશ આપ્યા

માનવ અધિકારી પંચે તપાસના અાદેશ આપ્યા

India
nhrc બંગાળમાં હિંસા મામલે રાષ્ટ્રીય માનવ અધિકારી પંચે તપાસના આદેશ આપ્યા

પશ્વિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજ્યમાં લૂંટફાટ અને હત્યાના બનાવો બન્યા હતા.ભાજપે આ ઘટના માટે ટીએમસીને જવાબદાર ગણાવી છે.હિંસક ઘટનાની નોંધ લેતા રાષ્ટ્રીય માનવ અધિકારી પંચે તપાસના આદેશા આપ્યા છે.નંદીગ્રામમાં કેટલીક મહીલાઓને મારવાના બનાવ બન્યા હતા આ અંગે રાષ્ટ્રીય મહિલા પંચે પણ ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યની પોલીસને કહ્યું છે કે આ ઘટનામાં સત્વરે કાર્યવાહી કરીને ગુનેગારોને પકડીને કડક કાર્યવાહી કરી.

બંગાળમાં જે પ્રમાણે હિંસા થઇ તે માનવતા વિરૂદ્વ છે. ગઇકાલે જે હિંસા બની છે તેમાં અનેક લોકોના મોત થયાં છે.રાજ્યમાં લૂંટફાટ,તોડપોડ અને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનો આંખ આડા કાન કર્યા હતા. આ અંગે રાષ્ટ્રીય માનવ અધિકારી પંચે તપાસનો આદેશ આપ્યો છે અને બે સપ્તાહમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. નિર્દોષ નાગરિકોને મારવાનું અમાન્ય કૃત્ય કરવામાં આવ્યું છે .પંચે કહ્યું કે ડીઆઇજી લેવલે આ ઘટનાની તપાસ કરવામાં આવે. અને તપાસનો રિપોર્ટ બે સપ્તાહમાં પંટને સોંપવામાં આવે.