નવી દિલ્હી/ BBC સામે EDની મોટી કાર્યવાહી, FEMA હેઠળ નોંધાયો કેસ

BBC સામે મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કેસ નોંધ્યો છે. વિદેશી ફંડિંગમાં ગેરરીતિના મામલામાં આ કેસ નોંધવામાં આવ્યો છે.

Top Stories India
BBC

BBC સામે મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કેસ નોંધ્યો છે. વિદેશી ફંડિંગમાં ગેરરીતિના મામલામાં આ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગની ટીમે BBC ની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા પાડ્યા હતા.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે EDએ FEMAની જોગવાઈઓ હેઠળ દસ્તાવેજો અને કંપનીના કેટલાક એક્ઝિક્યુટિવ અધિકારીઓના નિવેદનોનું રેકોર્ડિંગ માંગ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા કથિત વિદેશી સીધા રોકાણ (FDI)ના ઉલ્લંઘનની તપાસ કરવામાં આવી રહી છે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે ઈન્કમ ટેક્સની ટીમે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં BBC ઓફિસના પરિસરમાં ‘સર્વે’ કર્યો હતો.

આવકવેરાની વહીવટી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) એ તે સમયે કહ્યું હતું કે મીડિયા જૂથ BBC ની ભારતમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફાના આંકડા ભારતમાં તેમની કામગીરી અને તેના વિદેશી એકમોને અનુરૂપ નથી. વિદેશ મોકલવામાં આવેલી કેટલીક રકમ પર ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:કોરોનાથી તાત્કાલિક રાહત નહીં મળે, આ મહિનામાં તો કેસ વધશે જઃ આરોગ્ય મંત્રાલય

આ પણ વાંચો:અમિત શાહ સાથે માઝીની મુલાકાત, માઝી ફરીથી નીતિશને ઝાટકો આપશે

આ પણ વાંચો:ભારતના કોરોનાના કેસોએ દોઢ વર્ષ પછી દૈનિક ધોરણે દસ હજારની સપાટી પાર કરી

આ પણ વાંચો:હવે વીર સાવરકરના પૌત્રએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો,જાણો વિગત

આ પણ વાંચો: કર્ણાટક ચૂંટણી માટે ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી