tractor-rally/ PM સાથે દીપ સિદ્ધુનો ફોટો છે, તેમના પર પહેલાથી જ હતી શંકા: કિસાન મજૂર સંઘર્ષ સમિતિ

ગઇ કાલે મંગળવારે પ્રજાસત્તાક દિવસે જે દેશની રાજધાની દિલ્હીમાં બન્યુ તે સમગ્ર વિશ્વએ જોયુ. એક એવો દિવસ કે જે ગણતત્ર એટલે કે ગણ (લોકો) માટે ઓળખાય છે….

India
police attack 10 PM સાથે દીપ સિદ્ધુનો ફોટો છે, તેમના પર પહેલાથી જ હતી શંકા: કિસાન મજૂર સંઘર્ષ સમિતિ

ગઇ કાલે મંગળવારે પ્રજાસત્તાક દિવસે જે દેશની રાજધાની દિલ્હીમાં બન્યુ તે સમગ્ર વિશ્વએ જોયુ. એક એવો દિવસ કે જે ગણતત્ર એટલે કે ગણ (લોકો) માટે ઓળખાય છે, તેણે કાલે તંત્રને મોટું નુકસાન પહોંચાડ્યુ હતુ. જેને લઇને ખેડૂત આંદોલનને હવે ભારે નુકસાન થઇ શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ છે. વળી બીજી તરફ એસ.એસ.પંધેર (કિસાન મજૂર સંઘર્ષ સમિતિ) એ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે.

એસ.એસ.પંધેર (કિસાન મજૂર સંઘર્ષ સમિતિ) એ કહ્યુ કે, કેટલાક બદમાશોએ ખેડૂતોનાં આંદોલનને બદનામ કરવા માટે વિરોધમાં જોડાયા હતા. અમે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાની યોજના નહોતી બનાવી, આ અમારો પ્રોગ્રામ નહતો. વડા પ્રધાન સાથે દીપ સિદ્ધુનો ફોટો છે, અમે તેમના પર પહેલાથી જ શંકા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મંગળવારનાં રોજ દિલ્હીમાં જે બન્યુ તેને હવે અલગ-અલગ એંગલથી જોવામાં આવી રહ્યુ છે. ઘણા લોકોનું કહેવુ છે કે, આ કોઇ મોટુ ષડયંત્ર છે, તો બીજી તરફ કહેવાય છે કે, ખેડૂતોની ધીરજે જવાબ આપી દીધ્યો હતો. જેના પરિણામરૂપે દિલ્હીમાં ગઇકાલે એટલે કે મંગળવારનાં રોજ ખરાબ દ્રશ્યો જોવા મળ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો