Not Set/ #Covid19/ સમગ્ર વિશ્વમાં કોરોના પોઝિટિવની સંખ્યા 50 લાખને પાર, માત્ર 5 મહિનામાં વટાવ્યો આ આંકડો

સમગ્ર દુનિયામાં કરોડો લોકો કોરોનાવાયરસની ઝપટમાં આવી ગયા છે. ત્યા હજુ પણ આ કહેર ઓછો થવાની જગ્યાએ વધુને વધુ ભયાનક સ્વરૂપ લઇ રહ્યો છે. આજે વિશ્વભરમાં 5 મિલિયનથી વધુ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. વર્લ્ડોમીટરનાં આંકડા મુજબ, કોરોના પોઝિટિવની સંખ્યા 50,82,661 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં રોગચાળાને કારણે 3,29,294 લોકોનાં મોત નીપજ્યાં છે. […]

India World
8f54d5201e5d3d738cc814f2dea34404 #Covid19/ સમગ્ર વિશ્વમાં કોરોના પોઝિટિવની સંખ્યા 50 લાખને પાર, માત્ર 5 મહિનામાં વટાવ્યો આ આંકડો
8f54d5201e5d3d738cc814f2dea34404 #Covid19/ સમગ્ર વિશ્વમાં કોરોના પોઝિટિવની સંખ્યા 50 લાખને પાર, માત્ર 5 મહિનામાં વટાવ્યો આ આંકડો

સમગ્ર દુનિયામાં કરોડો લોકો કોરોનાવાયરસની ઝપટમાં આવી ગયા છે. ત્યા હજુ પણ આ કહેર ઓછો થવાની જગ્યાએ વધુને વધુ ભયાનક સ્વરૂપ લઇ રહ્યો છે. આજે વિશ્વભરમાં 5 મિલિયનથી વધુ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. વર્લ્ડોમીટરનાં આંકડા મુજબ, કોરોના પોઝિટિવની સંખ્યા 50,82,661 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં રોગચાળાને કારણે 3,29,294 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોના વાયરસને લીધે મૃત્યુ જ નહી પણ તે લોકોને બેકારી અને ગરીબી તરફ પણ ધકેલી રહ્યું છે.

અહીં કોરોનાની ગતિ વિશે વાત કરવામાં આવે તો કોરોના વાયરસને 40 લાખથી 50 લાખનાં આંકડાને સ્પર્શ કરવામાં માત્ર 12 દિવસનો સમય લાગ્યો હતો. વળી 30 લાખથી 40 લાખ સુધી પહોંચવામાં 11 દિવસનો સમય લાગ્યો હતો. ઘણા દેશો, ખાસ કરીને ઇટાલી અને સ્પેન જેવા દેશો કે જ્યા સૌથી વધુ અસર એપ્રિલની શરૂઆતમાં થઈ હતી, તેઓ કોરોનાનો ચરમ પાર કરી ચુક્યા છે અને ધીમે ધીમે દેશ ખુલી રહ્યો છે. જો કે અધિકારીઓએ ચેતવણી આપી છે કે કોરોના પરત આવી શકે છે.

કોરોના વાયરસનાં કેસો સમગ્ર વિશ્વમાં ન્યૂઝીલેન્ડની વસ્તી સમાન છે અથવા તેને ઓળંગી ગયા છે. બુધવારે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ગરીબ દેશોમાં નવા કોરોના વાયરસનાં વધતા જતા સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં ચેપનાં 1,06,000 નવા કેસ નોંધાયા છે. કોરોનાનો પ્રકોપ શરૂ થયો ત્યારથી આ એક જ દિવસમાં સૌથી વધુ કેસનો રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.