Not Set/ ગીરની નદીઓ બની ગાંડીતુર, સુત્રાપાડા,કોડીનાર,ઉના અને ગિરગઢડા પૂરમાં પ્રભાવિત થયા

ગીર સોમનાથ ગીર સોમનાથમાં છેલ્લા 15 દિવસમાં અતિભારે વરસાદ થવાનાં કારણે ગીરની નદીઓ ગાંડીતુર બની હતી. 15 દિવસ પહેલા વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ હતા. ગીરની મોટાભાગની જમીન પિયત વાળી હોવાથી પ્રથમ વરસાદ પહેલાજ ખેડૂતોએ વાવણી કરી ને પાણી વાળી દીધું હતું. તો બીજી તરફ બાકી રહેતી જમીનોમાં પ્રથમ વરસાદ બાદ ખેડૂતો એ વાવણી […]

Top Stories Gujarat Trending
gir ગીરની નદીઓ બની ગાંડીતુર, સુત્રાપાડા,કોડીનાર,ઉના અને ગિરગઢડા પૂરમાં પ્રભાવિત થયા

ગીર સોમનાથ

ગીર સોમનાથમાં છેલ્લા 15 દિવસમાં અતિભારે વરસાદ થવાનાં કારણે ગીરની નદીઓ ગાંડીતુર બની હતી. 15 દિવસ પહેલા વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ હતા. ગીરની મોટાભાગની જમીન પિયત વાળી હોવાથી પ્રથમ વરસાદ પહેલાજ ખેડૂતોએ વાવણી કરી ને પાણી વાળી દીધું હતું.

તો બીજી તરફ બાકી રહેતી જમીનોમાં પ્રથમ વરસાદ બાદ ખેડૂતો એ વાવણી કરી રાજીપો વ્યક્ત કરી રહ્યા હતા કે બે દિવસ બાદજ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. એન્ટ્રી બાદ મેઘરાજા એ એકધારા15 દિવસ સુધી બઘડાટી બોલાવતા ગીરમાં જળ પ્રલય સર્જાયો હતો. ખેડૂતોનો મોટા ભાગનો પાક અને બિયારણ નિષ્ફળ ગયું હતું.

ગીર સોમનાથમાં પૂર પ્રકોપને લઈ 70 ટકા ખેડૂતોનું બિયારણ, ખાતર અને પાકતો નિષ્ફળ ગયો જ છે. વાત આટલેથી અટકતી નથી. ગીરની લોકમાતાઓ ગાંડીતૂર બનતા હજ્જારો વિઘા ઉપજાવ જમીનનું પણ ધોવાણ થયું છે.

વાસ્તવિકતા એ છે કે વર્તમાનમાં ગિરનાં ખેડૂતો રાતાપાણી એ રડી રહ્યા છે. નદી કિનારાની કિંમતી જમીન બંઝર બની ગઈ છે. ખેતરની માટી ધોવાઈ જતા કાંકરા દેખાવા લાગી ગયા છે. હજુ પણ સેંકડો વિઘા ખેતરોમાં પાણી ભરાયેલા છે. ગીરના ખેડૂતો ખમીરવંતા છે. તેઓ કહે છે કે, “બિયારણ અને પાક નિષ્ફળ જાય તો અમે ફરી વાવણી કરી લઈએ. પરંતુ અમારી માતા સમાન જમીનજ મરી પરવારી છે. સાવ ધોવાણ થઈ ગયું છે. હવે વાંવવું તો ક્યાં….? હવે સરકાર અમારી સામું જુએ તોજ કાંઈક થાય. બાકી અમો પાંચ થી છ વર્ષ સુધી બેઠા નહીં થઈ શકીએ.”

સુત્રાપાડા તાલુકાનાં ધામળેજ, લાટી, સોનારીયા, કણજોતર, સિંગસર, મટાણા, રાખેજ સહિતના ગામોની જમીનોનું મોટાપાયે ધોવાણ થયું છે.

તો કોડીનારનાં ગોહિલની ખાણ, બરડા,ડોળાસા, પેઢાવાડા, ફાચરિયા, અરણેજ, જગતિયા, છાછર, નવાગામ, વિઠ્ઠલપુર, સુગળા, ગીર દેવળી આલીદર સહિતના ગામોમાં જમીનનું ધોવાણ થયું છે.

ઉના તાલુકાના કંસારી, ભાચા, ખત્રી- વાડા, માણેકપુર, દેલવાડા, વાસોજ, લેરકા સહિતના ગામોમાં ખેતરો ધોવાયા છે.

ગિરગઢડા તાલુકાની વાત કરીએ તો, કાણકીયા, કરેણી, આકોલાળી, હરમડિયા, સનવાવ, ધ્રાબાવડ, એભલવડ સહિતનાં કેટલાક ગામોમાં ખેતરો ધોવાઈ જતા ખેડૂતો અતિ ચિંતિત બન્યા છે.