ગુજરાતમાં તોળાતી બિપરજોય વાવાઝોડાના Leadership પગલે રાજ્યની સમગ્ર કેબિનેટ અને વિધાનસભ્યો તો કામે લાગી ગયા છે, પરંતુ તેની સાથે-સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ કામે લાગ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તો રીતસરનો કચ્છમાં પડાવ જ નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં બિપરજોય વાવાઝોડાની સૌથી ખરાબ અસર થવાની છે અને બિપરજોય ત્યાં પૂરી તાકાતથી ત્રાટકવાનું છે. આમ વાવાઝોડા સામે લડવા કચ્છનું સુકાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સંભાળ્યું છે
આ જોઈને કચ્છના સમગ્ર વહીવટનું સંચાલન હવે Leadership કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની નજર હેઠળ થઈ રહ્યુ છે. તેઓ વાવાઝોડાનો સામનો કરવા માટે લેવાયેલા તકેદારીના દરેક પગલાંની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં પણ તેમને લાગે તે જરૂરી લાગે તે મુજબના સૂચનો પણ કરી રહ્યા છે. આ જ પ્રકારના એક પગલાંના ભાગરૂપે તેમણે કચ્છમાં વિવિધ શેલ્ટર હોમ્સ એટલે કે લોકો માટેના આશ્રયસ્થાનોની મુલાકાત લીધી હતી. શેલ્ટર હોમ્સમાં રાખવામાં આવેલી સગવડોની સમીક્ષા કરી હતી. તેમને મદદ કરવા માટે તંત્રની સાથે સ્થાનિક ધારાસભ્યો પણ તેમની જોડે છે.
ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના લીધે કચ્છમાં કોઈનો પણ Leadership જીવ ન જાય તે માટે તંત્ર કામે લાગ્યું છે. આ માટે કચ્છમાં અત્યાર સુધીનું સૌથી મોટું સ્થળાંતર એટલે કે 55000 લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાના લીધે વીજળીના થાંભલા પડી જાય છે તેને ધ્યાનમાં રાખીને વાવાઝોડા પછી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે મોટી સંખ્યામાં વીજળીના થાંભલા અને વાયરોનો પુરવઠો પહેલેથી જ મોકલી દેવામાં આવ્યો છે.
લોકો માટે અનાજની કિટ તૈયાર કરી દેવામાં આવી છે. Leadership લગભગ એક સપ્તાહ સુધી ચાલે તેટલા પુરવઠાની જોગવાઈ તો પહેલેથી જ કરવામાં આવી હતી અને હવે તે પખવાડિયા સુધી ચાલે તેટલી કરવામાં આવી છે. આ ઉપરાંત હવે ફૂડ પેકેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ફરી વધ્યો બિપજોયનો ખતરો!/ ગુજરાતમાં થઈ શકે છે ભયંકર તબાહી, ચોમાસા પર પણ પડશે અસર?
આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ક્યાં અને ક્યારે લેન્ડફોલ કરશે ચક્રવાત બિપરજોય, કયા સ્થળોને થશે અસર, જાણો તમામ મહત્વની બાબતો
આ પણ વાંચોઃ મોટી જવાબદારી/ કેન્દ્ર સરકારે મહત્વના વિભગામાં કર્યા મોટા ફેરફાર,ગુજરાત કેડરના નિવૃત IASને સોંપાઇ આ જવાબદારી
આ પણ વાંચોઃ NEET Exam Result/ NEETનું પરિણામ જાહેર,આ રીતે ચેક કરો રીઝલ્ટ
આ પણ વાંચોઃ ચક્રવાત/ બિપરજોય વાવાઝોડાના સંકટના લીધે આર્મીના 78 જવાનો રાહત અને બચાવકાર્ય માટે દ્વારકા જવા રવાના