Morbi News: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ફસાયેલા 55 જેટલા લોકોનું મોડી રાત્રે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
હળવદ તાલુકાના જુના માલણીયાદ અને સુખપર ગામના ખેતરોમાં બાળકો, ભાઈઓ અને બહેનો સહિતના લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ NDRF, SDRF અને ગુજરાત પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
રેસ્ક્યુ ટીમોએ ભારે વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે કામગીરી હાથ ધરી તમામ 55 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. આ સમગ્ર ઓપરેશન દરમિયાન બચાવ ટુકડીઓની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલ તમામ લોકોને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વડોદરામાં ડીમાર્ટ સાઇટ પર મોટો અકસ્માત! માટીની ભેખડ નીચે દટાયા બે શ્રમજીવી, દિલધડક રેસ્ક્યુથી બચ્યા
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર, 100થી વધુ લોકોનું રેસ્ક્યુ; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં 9 ઇંચથી વધુ વરસ્યો
