Rules/ શું તમે FASTag નથી લગાવ્યું..? તો તરત જ કરો ઓર્ડેર, સરકાર આ સમયમર્યાદા ફરીથી નહિ લંબાવે

શું તમે FASTag નથી લગાવ્યું..? તો તરત જ કરો ઓર્ડેર, સરકાર આ સમયમર્યાદા ફરીથી નહિ લંબાવે

India Trending
accident 2 શું તમે FASTag નથી લગાવ્યું..? તો તરત જ કરો ઓર્ડેર, સરકાર આ સમયમર્યાદા ફરીથી નહિ લંબાવે

આજે મધ્યરાત્રિથી FASTag દેશભરમાં ફરજિયાત બનાવવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશલેન બંધ કરવા સૂચના આપી છે. તે જ સમયે, આ કેસમાં કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે FASTag ફરજિયાત કરવાની અંતિમ તારીખ, એટલે કે, છેલ્લી તારીખ ફરીથી લંબાશે નહીં.

આપને જણાવીએ કે, બધા વાહનો માટે FASTag  તેનો પ્રથમ અમલ 2016 માં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સરકારે તેની સમયમર્યાદા ઘણી વખત વધારી દીધી હતી. પરંતુ હવે મંત્રાલયે તાત્કાલિક અસરથી તેનો અમલ કરીને તેની સમયમર્યાદા નહી વધારવાનું નક્કી કર્યું છે.

Image result for fastag

અગાઉ કેશલેનને 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ બાદમાં દોઢ મહિના સુધી લંબાવવામાં આવી હતી. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે તમામ ટોલ પ્લાઝા પર 24 કલાકના FASTag નું વેચાણ શરૂ કર્યું છે, જેથી લોકો સરળતાથી FASTag ખરીદી શકે. આ ઉપરાંત દેશની બેંકોમાં પણ  આ સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ છે. જો તમે હજી સુધી તમારા વાહન પર FASTag ઇન્સ્ટોલ કરેલું નથી, તો આ છેલ્લી તક છે, તરત જ કરી લો.

Image result for fastag

નીતિન ગડકરીએ નાગપુર એરપોર્ટ પર મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, સરકારે FASTag રજીસ્ટ્રેશનની અંતિમ મુદત બે-ત્રણ વખત લંબાવી છે, અને હવે તે વધારવામાં આવશે નહીં. તમામ લોકોએ તાત્કાલિક તેમના વાહનમાં ફીટ કરવવું ફરજીયાત છે. આ પહેલા સરકારે FASTagની  અંતિમ મુદત 1 જાન્યુઆરી 2021 થી વધારીને 15 ફેબ્રુઆરી 2021 કરી હતી.

Jammu / પુલવામા એટેકની બીજી વરસી ઉપર ફરી દહેશત ફેલાવવાનું પાક.નું હતું કાવતરું, પોલીસનો મોટો ખુલાસો

Political / એકવાર ફરી નજરકેદ કરવામાં આવ્યા ઉમર અબ્દુલ્લા, ટ્વીટ કરી આપી જાણકારી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ