Vice President Election 2022/ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ શપથ લીધા અને થયા ભાવુક

ધનખડેને 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિપક્ષની માર્ગારેટ આલ્વાને હરાવીને ધનખડે વિજેતા તરીકે બન્યા હતા.

Top Stories India
Vice President Election 2022

પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડેએ આજે દેશનાં 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સાક્ષીમાં હોદ્દા અને ગુપ્તતાનાં શપથ લેવડાવવામાં આવ્યા. ધનખડેને 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિપક્ષની માર્ગારેટ આલ્વાને હરાવીને ધનખડે વિજેતા તરીકે બન્યા હતા. સાથે વિદાય લઈ રહેલા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે. વિદાય લઈ રહેલા ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડુએ ગયા અઠવાડિયે ઉપરાષ્ટ્રપતિની સેવા આપતા વિવિધ અધિકારીઓ માટે અનેક સત્કાર સમારોહનું આયોજન કર્યું હતું. ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ છે. Vice President Election 2022…….

ધનખડે પોતાના રાજકારણની શરૂઆત જનતા દળથી કરી હતી. ધનખડે 1989માં ઝુંઝુનુથી સાંસદ બન્યા હતા. જ્યારે તેઓ પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે જ તેમને મોટુ ઈનામ મળ્યું હતું. તેમને 1989 થી 1991 દરમિયાન વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જો કે, જ્યારે જનતા દળે 1991ની લોકસભા ચૂંટણીમાં જગદીપ ધનખડેની ટિકિટ કાપી હતી, ત્યારે તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને 1993માં અજમેરના કિશનગઢથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. 2003માં તેમનો કોંગ્રેસથી મોહભંગ થયો અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા. 2019માં  જગદીપ ધનખડેને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ અને એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે 74.36 ટકા મતો સાથે જોરદાર જીત નોંધાવી હતી. છેલ્લી 6 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધનખડે સૌથી વધુ મતોથી જીત મેળવી છે. જગદીપ ધનખડેને 528 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ માર્ગારેટ આલ્વાને માત્ર 182 વોટથી સંતોષ માનવો પડ્યો. રવિવારે ચૂંટણી પંચે ધનખરની જીતની જાહેરાત કરી અને તેમને પ્રમાણપત્ર જારી કર્યું. ધનખડેના પ્રમાણપત્ર પર મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સહી છે. નાયબ ચૂંટણી કમિશનર ધર્મેન્દ્ર શર્મા અને ચૂંટણી પંચના વરિષ્ઠ મુખ્ય સચિવ એન બુટોલિયાએ આગળની પ્રક્રિયા માટે કેન્દ્રીય ગૃહ સચિવને હસ્તાક્ષરિત પ્રમાણપત્ર સોંપ્યું છે. આ નકલ ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વાંચવામાં આવે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મળ્યો નોટોનો પહાડ | જાણો કઈ જગ્યાએ અને કેવી રીતે છુપાવ્યું હતું ધન