Not Set/ રાજયમાં ફેલાયો ‘કોંગો’ વાયરસ, ત્રણ દર્દીઓના મોત બાદ રાજ્ય સરકાર ચિંતિત

રાજયમાં ‘કોંગો’ વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસની ઝપટમાં આવવાથી 2 લોકોના મોત નીપજ્યા બાદ ત્રીજી મહિલાનું મોત થયું છે. જ્યારે ડોક્ટર સહિત 9 દર્દીઓનો અત્યારે હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ‘કોંગો’ વાયરસથી જે 2 મહિલાના મોતના કેસ સામે આવ્યા છે તે સુરેન્દ્રનગર જિલ્લાના છે.જ્યારે હાલ સામે આવેલ કેસ ભાવનગરનો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓને અમદાવાદની […]

Top Stories Gujarat Others
aaampo 14 રાજયમાં ફેલાયો ‘કોંગો' વાયરસ, ત્રણ દર્દીઓના મોત બાદ રાજ્ય સરકાર ચિંતિત

રાજયમાં ‘કોંગો’ વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસની ઝપટમાં આવવાથી 2 લોકોના મોત નીપજ્યા બાદ ત્રીજી મહિલાનું મોત થયું છે. જ્યારે ડોક્ટર સહિત 9 દર્દીઓનો અત્યારે હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. ‘કોંગો’ વાયરસથી જે 2 મહિલાના મોતના કેસ સામે આવ્યા છે તે સુરેન્દ્રનગર જિલ્લાના છે.જ્યારે હાલ સામે આવેલ કેસ ભાવનગરનો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ આ વાયરસ પાલતુ પશુઓ દ્વારા ફેલાય છે.

કોંગો વાયરસથી બે દર્દીઓના થયેલા મોતને લઈ રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત બની છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ મામલે દોડતા થયા છે. તેઓ કેબિનેટ બેઠકમાં કોંગો વાયરસની સમગ્ર સ્થિતિ અંગે અહેવાલ આપશે. તેઓ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને હાલની સ્થિતિ અને આરોગ્ય વિભાગે લીધેલા પગલા વિશે બ્રિફ કરશે. તેમજ આગામી એક્શન પ્લાન અંગે પણ ચર્ચા થશે.

અમદાવાદ SVP હોસ્પિટલ દ્વારા મોકલાયેલા તમામ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ તેમજ સપોર્ટ સ્ટાફના રિપોર્ટ નેગેટિવ આવ્યા આવ્યા છે.

આ હોઈ શકે છે  કોંગો ફિવર રોગના લક્ષણો 

– માથું દુઃખવું
– સતત તાવ આવવો
– પીઠમાં દુઃખાવો
– સાંધા-પેઢુમાં દુઃખાવો
– ઊલટીઓ થવી
– આંખ ફરતે ચકામા પડવા
– ચહેરા પર કરચલીઓ પડવી
– ગળું છોલાઈ જવું, લાલ ચકામાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.