સેવા/ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણે સ્વખર્ચે ઓક્સિજન મશીન પુરા પાડ્યા

નડિયાદ સિવીલમાં પાચ ઓક્સિજન મશીન આપ્યા

Gujarat
kk ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણે સ્વખર્ચે ઓક્સિજન મશીન પુરા પાડ્યા

કોરોનાકાળમાં દરેક રાજ્યમાં, શહેરમાં, જીલ્લાઓમાં અને નાના-નાના ગામડાઓમાં પણ પરિસ્થિતી ગંભીર બનતી જાય છે. એકબાજુ જ્યાં ઓક્સિજનની અછત ઉભી થઇ રહી છે. તો બીજી બાજુ એવા પણ લોકો છે જે પોતાની રીતે સતત સેનાની પ્રવૃતિમાં લાગેલા છે. તેમાં કોઇ નેતા છે તો કોઇ અભિનેતા. આજે આપણે વાત કરવાની છે. ભાજપના ખેડા જીલ્લાના પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચાૈહાણની. જેમને સ્વખર્ચે ઓક્સિજનના મશીન મહેમદાવાદ સીએચસી સેન્ટરમાં અને નડિયાદ સિવીલમાં સેવા અર્થે આપવામાં આવ્યા છે.

ખેડા જીલ્લાના અધ્યક્ષ અને મહેમદાવાદના ઘારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે મહેમદાવાદની સીએચસી સેન્ટરમાં દસ ઓક્સિજન મશીનો આપ્યા હતા. આ દરમિયાન સીએચસી સેન્ટરના ડો. બી.આર પટેલ અને મહેમદાવાદ શહેર પ્રમુખ નિલેષભાઇ પટેલ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. જો કે ઉલ્લેખનીય છે કે કોરોના દરમિયાન દરેક નિયમોનું પાલન કરીને આ કાર્ય કરવામાં આવ્યુ હતુ.

નડિયાદ સિવીલની વાત કરીએ તો ત્યાં પણ દર્દીઓની હાલત કફોડી છે. ત્યારે અર્જુનસિંહ ચૌહાણે ત્યાં પણ ઓક્સિજનના પાંચ મશીન સ્વર્ખચે આપ્યા હતા. આ દરમિયાન નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ હાજર રહ્યા હતા. રાજકીય લેવલે જ્યારે આ રીતે સેવાકીય પ્રવૃતિ  અને તે પણ સ્વર્ખચે થાય તો ચોક્કસથી તેને બિરદાવવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે.