Not Set/ જીવના જોખમે લોકો થાય છે પસાર, બ્રિજના પિલ્લર થઈ ગયા છે ખુલ્લા

પુલની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. જો ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવેતો આ બ્રિજ તૂટી જાય તેવો લોકોમાં ભય જોવા મળ્યો છે

Gujarat Others Trending
ઓરસંગ પુલ જીવના જોખમે લોકો થાય છે પસાર, બ્રિજના પિલ્લર થઈ ગયા છે ખુલ્લા

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં આવેલો ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરીત થઈ ગયો છે. તેમ છતા લોકો જીવના જોખમ પર બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં છે.

બ્રિજનો એક તરફનો ભાગ તૂટ્યો

બોડેલી તાલુકમાં આવેલી ઓરસંગ નદી પરનો બ્રિજ ખુબ જર્જરીત હાલતમાં થઈ ગયો છે. બ્રિજ પર લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.  રેતી ખનનના કારણે પાયા ખુલ્લા થઈ ગયા છે. પુલની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. જો ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવેતો આ બ્રિજ તૂટી જાય તેવો લોકોમાં ભય જોવા મળ્યો છે.

ઓરસંગ પુલ 2 જીવના જોખમે લોકો થાય છે પસાર, બ્રિજના પિલ્લર થઈ ગયા છે ખુલ્લા

ગોધરાથી બોડેલી થઈ સુરત તરફ જતા હાઇવે રોડ પર ભારે ટ્રાફિક રહે છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે પણ લોકો અહીંથી જ પસાર થતા હોય છે.  બોડેલીની આજુ બાજુના લોકો પણ આ જ બ્રિજ પરથી અવર-જવર કરતા હોય છે. ભારે નુકસાનના કારણે જો બ્રિજ બંધ થઈ જાય તો બોડેલના ધંધારોજગાર તૂટી જાય તેવી ચિંતા પર વેપારીઓને સતાવી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક થી પસાર થતી ઓરસંગ નદી પર નો વર્ષો જૂનો  બ્રિજ જે 1990 ના અરસામા ચોમાસાના ધસમસતા પ્રવાહ દરમિયાન પુલનો એક તરફનો અડધો ભાગ તૂટી ગયો હતો એક  એસ.ટી. બસ પણ તણાઇ ગઈ હતી જોકે બસમા ફક્ત ડ્રાયવર હતો  બ્રેક ડાઉન બસ રીપેર કરી તે  બોડેલી આવી રહયો હતો  તે બસ લઈને નદીમાં ખાબકતા ડ્રાયવરનું મોત થયું હતું. આજે પણ તૂટેલા બ્રિજનો મલબો ત્યા દેખાઇ રહ્યો છે જે તેની સાબિતી આપી રહ્યો છે.

બ્રિજ જર્જરીત હોવાના કારણે લોકોને તાત્કાલિક બિજનું સમારકામ કરવાની માગ કરી રહ્યાં છે. તેમજ બાજુમાં નવો બ્રિજ બનાવવાનું માગ સરકાર સમક્ષ સ્થાનિકો કરી રહ્યા છે.

ઓરસંગ પુલ 1 જીવના જોખમે લોકો થાય છે પસાર, બ્રિજના પિલ્લર થઈ ગયા છે ખુલ્લા

ગોધરા થી બોડેલી થઈ સુરત તરફ જતા આ હાઇવે રોડ પર  ભારે ટ્રાફિક રહે છે સ્ટેચ્યું ઓફ યુનિટી જવા માટે પણ લોકો અહીથી જ પસાર થાતા હોય છે બોડેલી ની આજુ બાજુ ના લોકો ની આજ રસ્તા પર અવર જવર હોય છે જો બ્રિજ ને કોઈ નુકસાન થાય અને રસ્તો બંધ કરી દેવામાં આવે તો બોડેલીના ધંધા રોજગાર તૂટી જાય તેની ચિંતા અહીના વહેપારીઓમાં જોવા મળી રહી છે જેથી વહીવટી તંત્ર ને વિનંતી છે કે આ બ્રિજ ની બાજુમાજ બીજા બ્રિજનુ નિર્માણ થાય અને આવનારી મુસીબત ને ટાળી શકાય

ઓરસંગ પુલ 3 જીવના જોખમે લોકો થાય છે પસાર, બ્રિજના પિલ્લર થઈ ગયા છે ખુલ્લા

ગત વર્ષે બોડેલી ના કોસીન્દ્રા પાસેનો હેરણ નદી પર આવેલો આજ પ્રકાર નો બ્રિજ નદીમાં ઘોડાપૂર આવતા તૂટી ગયો હતો જેના કારણે અહી ની ઓરસંગ નદી પરના બ્રિજ તૂટી જાય અથવાતો બ્રિજ ને મોટુ નુકસાન થાય તેવો ભય ફેલાયેલો રહે છે  ત્રીસ વર્ષ પહેલા આ બ્રિજ તૂટી ગયો હતો તે વખતે કામ ચલાઉ અડધો બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો હવે આ ઘટનાને 30 થી વધુ વર્ષના વાણા વીતી ગયા અને બાદ પણ કોઈ કામગીરી ના કરાતા એક ચિંતાનો વિષય બન્યો છે