રીક્ષા ડ્રાઈવર/ મારી રીક્ષામાં તો મોદીજીના જ ફોટા લાગે

મોદીજીનો જબરજસ્ત ફ્રેન્ડ અમદાવાદી રીક્ષાવાળો

Gujarat
mmmooodi મારી રીક્ષામાં તો મોદીજીના જ ફોટા લાગે

ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેનની કોઇ જ કમી નથી. કોઇ તેમના નામવાળી ટી-શર્ટ પહેરે છે. તો કોઇ તેમના નામવાળી શોપ ઓપન કરે છે. પરંતુ અહીં તો એક અનોખી જ વાત જોવા મળી.અમદાવાદ શહેરમાં એક રીક્ષાવાળા ભાઇ એવા છે જે પોતાની રીક્ષામાં નરેન્દ્ર મોદીના ફોટો લગાવીને ફરે છે.

સામાન્ય રીતે રીક્ષાની અંદર જ્યારે પણ બેસીએ તો કોઇ અભિનેતા, અભિનેત્રી, નાના બાળકો કે પછી કોઇ કુદરતી દ્ધશ્યના ફોટા જોવા મળતા હોય છે. મોટા ભાગે તો બોલીવુડના કલાકારના જ ફોટા રીક્ષામાં જોવા મળે છે. ત્યારે કદાચ આ રીતે કોઇ રાજકીય નેતાનો ફોટો હોય તેવુ ભાગ્યે જ જોવા મળે છે. પ્રભાત ચાવડા નામના રીક્ષાવાળા ભાઇ આખા અમદાવાદમાંરીક્ષા ચલાવે છે. અને જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે તમે કોઇ બોલીવુડ કલાકારનો નહી અન્ય કોઇ નેતાનો નહી અને નરેન્દ્ર મોદીનો જ ફોટો કેમ લગાવ્યો ત્યારે તેમને કહ્યું કે “હું મોદીનો ફેન છું માટે હું તેમનો ફોટો લગાવી તેમના જેમ કામ કરવા માટે પ્રેરણા લઇ રહ્યો છું.

આ સ્વતંત્ર દેશ છે અને દરેક વ્યક્તિને પોતાની મરજીથી જીવવાનો હક છે. ઘણા લોકો એવા પણ આવે છે જેમને આ વાત નથી ગમતી પણ મને તેનાથી કોઇ ફેર નથી પડતો. મારી રીક્ષામાં જે પણ બેસે છે તે મને ફોટા વિશે  પુછે જ છે અને હું નમ્રતાથી કહું છું મારા માટે મારા અભિનેતા મોદી છે.હવે આ વ્યક્તિને ક્રેઝી કહેવા કે પછી.. જે પણ હોય કોઇ નેતાનો ફોટો લગાવ્યો હોય તેવી રીક્ષા મને તો જોવા મળી નથી. તમે જોઇ છે આવી રીક્ષા..?