અમદાવાદ/ અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો

બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ અને વિઝા બનાવતા હતા

Ahmedabad Top Stories Gujarat
અમેરિકા

@નિકુંજ પટેલ

Ahmedabad News: અમેરિકા જવા ઈચ્છતા લોકોને ગેરકાયદે એમેરિકા મોકલવા માટે બનાવટી પાસપોર્ટ દ્વ્રારા વિવિધ દેશોના વિઝા મેળવવા ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરતા શખ્સની સ્ટેટ મોનીટરીંગ સેલે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ રોકડ રકમ, આધારકાર્ડ અને બેન્કની પાંચ ડિપોઝીટ સ્લિપ વગેરે મળીને કુલ રૂપિયા 32 હજારનો મુદ્દ્માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

સ્ટેટ મોની

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ આ કેસમાં ફરાર આરોપી કેતન ઉર્ફે કેયુર ઉર્ફે કે.પી. ઉર્ફે મનીષ બાબુલાલ પટેલની ધરપકડ કરી હતી. મુંબઈના ગ્રાન્ટ રોડ નજીક રહેતો કેતન છેલ્લા એક વર્ષથી ફરાર હતો. તેની વિરૃધ્ધ સીઆરપીસી-70 મુજબનું વોરન્ટ પણ ઈશ્યુ થયું હતું. કેતન તેની ભાણીના લગ્નપ્રસંગે વીસનગરના કાંસા ગામ આવ્યો હોવાની માહિતીને આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

કેતન અને તેના સાગરીતો અમેરિતા જવા ઈચ્છુક સોકોનો સંપર્ક કરતા હતા. બાદમાં તેમને ગેરકાયદે અમેરિકા મોકલવા માટે તેમના બનાવટી પાસપોર્ટ દ્વારા વિવિધ દેશોના વિઝા મેળવવા ખોટા દસ્તાવેજો તૈયાર કરતા હતા. બાદમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી કરતી હતી.

આ ગુનામાં કેતન ઉપરાંત અન્ય પાંચ આરોપીઓની અગાફ ધરપકડ થઈ હતી. આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. હાલમાં આ તમામ આરોપી જ્યુડિશીયલ કસ્ટડીમાં છે. આ કેસના મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી આર.પટેલે ચાર્જશીટ બાદ ગુજરાત હાઈકોર્ટમાં તથા સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જે બન્ને અરજીઓ બન્ને કોર્ટ દ્વારા રદ્ કરવામાં આવી હતી. હાલમાં આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. આરોપી કેતન ઉર્ફ મનીષ બાબુલાલ પટેલ ના નામદાર મુખ્ય ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ,મીરજાપુર, અમદાવાદ નાઓ એ તારીખ:18/12/2023 સુધી ના 4 દિવસ ના પોલીસ રિમાન્ડ મંજુર કરેલ છે.


whatsapp ad White Font big size 2 4 અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો


આ પણ વાંચો:જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલાર પંથકમાં રખડતા શ્વાનનો આતંક

આ પણ વાંચો:સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…

આ પણ વાંચો:સુરતમાં સુરાણા અને કંસલ જૂથના લગભગ 260 કરોડથી વધુના ડોક્યુમેન્ટ જપ્ત