Not Set/ ગામની કેનલમાં નવજાત બાળકીને ત્યજી દેવાઇ, જાણો પછી શું થયું

રાજ્યમાં નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ અચાનક વધી ગઇ છે, ત્યારે વધુ એક તાજી જન્મેલી બાળકી અરવલ્લી જિલ્લામાં ભિલોળાના રિંગોળા ગામના વ્હોળામાંથી મળી આવી હતી. નવજાત બાળકી મળી આવતા ગામના લોકોએ ઇમરજન્સી સર્વીસ ૧૦૮ જાણ કરી હતી અને બાળકીને સમયસર સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ડોક્ટરે તેની જરૂરી સારવાર આપીને તેનો જીવ બચાવ્યો હતો. આ […]

Gujarat
bhi ગામની કેનલમાં નવજાત બાળકીને ત્યજી દેવાઇ, જાણો પછી શું થયું

રાજ્યમાં નવજાત શિશુને ત્યજી દેવાની ઘટનાઓ અચાનક વધી ગઇ છે, ત્યારે વધુ એક તાજી જન્મેલી બાળકી અરવલ્લી જિલ્લામાં ભિલોળાના રિંગોળા ગામના વ્હોળામાંથી મળી આવી હતી. નવજાત બાળકી મળી આવતા ગામના લોકોએ ઇમરજન્સી સર્વીસ ૧૦૮ જાણ કરી હતી અને બાળકીને સમયસર સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. ડોક્ટરે તેની જરૂરી સારવાર આપીને તેનો જીવ બચાવ્યો હતો.

આ અંગે પોલિસને જાણ કરવામાં આવતા ફરિયાદ નોંધીને આ બાળકી  કોણ છે તેના માતા -પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે. ભિલોડા પોલીસે જણાવ્યું કે, આઈપીસી કલમ 317 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા  માં બાપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી લીધી છે. પીએસઆઈ રમેશભાઈ કાનજીભાઇને તપાસ સોંપવામાં આવી છે અને હાલ તપાસ ચાલુ છે.

ડોકટરના કહેવા મુજબ ગામના રહેવાસી કાલીચરણ ભાઈએ 108 ફોન કરીને બોલવી હતી, 108એ બાળકીને નજીકની હોસ્પિટલમાં એડ્મિટ કરી દીધી હતી, ડોકટરે કહ્યું કે, હાલ બાળકીની તબિયત સ્થિર છે જો કઈ વધારે હશે તો તેને નજીકની હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવશે.