Not Set/ ટીવી ખરીદતા પહેલા દિવાળી સુધી જુઓ રાહ, થઇ શકે છે ફાયદો

તહેવારની મોસમ શરૂ થવા જઇ રહી છે. ત્યારે જો તમે નવુ ટીવી ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો તમારે થોડા વધુ દિવસો રાહ જોવી જોઈએ. કારણ કે નવરાત્રી, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. એક વિશ્લેષણ મુજબ, મોટી સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવીનાં ભાવ વધતી સ્પર્ધાને કારણે આવતા મહિનાઓમાં ઓછા થઇ શકે છે. આપને જણાવી દઇએ […]

Business
Buying a new TV ટીવી ખરીદતા પહેલા દિવાળી સુધી જુઓ રાહ, થઇ શકે છે ફાયદો

તહેવારની મોસમ શરૂ થવા જઇ રહી છે. ત્યારે જો તમે નવુ ટીવી ખરીદવાની યોજના કરી રહ્યા છો, તો તમારે થોડા વધુ દિવસો રાહ જોવી જોઈએ. કારણ કે નવરાત્રી, દશેરા, દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે. એક વિશ્લેષણ મુજબ, મોટી સ્ક્રીનવાળા સ્માર્ટ ટીવીનાં ભાવ વધતી સ્પર્ધાને કારણે આવતા મહિનાઓમાં ઓછા થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, આવતા સમયમાં ભારતીય બજારોમાં નવા પ્લેયર્સ આવવાનાં છે. જેમા વનપ્લસનો પણ સમાવેશ થાય છે.

1493716638 4GDyKL samung tv ટીવી ખરીદતા પહેલા દિવાળી સુધી જુઓ રાહ, થઇ શકે છે ફાયદો

વનપ્લસ, જે અત્યાર સુધી પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં હતો, તે હવે ટીવી માર્કેટમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. કંપની સપ્ટેમ્બરમાં એમેઝોન દ્વારા તેના ટીવીને લોન્ચ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વનપ્લસ ટીવી 55 ઇંચનાં મોડલ દ્વારા ટીવી માર્કેટમાં પ્રવેશ કરશે. વળી અન્ય ટીવી કંપનીઓની સ્પર્ધામાં રહેવા માટે પોતાના પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરી શકે છે.

tv manufacturers ટીવી ખરીદતા પહેલા દિવાળી સુધી જુઓ રાહ, થઇ શકે છે ફાયદો

2017 માં, શાઓમીએ ટીવી માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. શાઓમીની એન્ટ્રી થઈ ત્યારથી, 42 ઇંચનાં ટીવીનાં ભાવમાં ઘટાડો થયો છે. એગ્રેસિવ ભાવો દ્વારા કંપનીએ ટીવી માર્કેટમાં પ્રવેશ કર્યો. એવી આશા રાખવામાં આવી રહી છે કે વનપ્લસ 50 ઇંચનાં સ્ક્રીન કદ સાથે ટીવી માર્કેટમાં પ્રવેશ કરશે, જેની કિંમત 10% ઓછી હશે.

OnePlus TV Image ટીવી ખરીદતા પહેલા દિવાળી સુધી જુઓ રાહ, થઇ શકે છે ફાયદો

એક અહેવાલ મુજબ કોડક, થોમસન અને બીપીએલ જેવી કંપનીઓએ તહેવારોની સીઝનમાં ટીવીની કિંમતમાં 5 થી 10 ટકાનો ઘટાડો કરવાનો સંકેત કર્યો છે. કિંમતનો કાપ ખાસ કરીને ટીવી સેગમેન્ટમાં 50 ઇંચથી વધુનાં કદ સાથે કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર, વનપ્લસ 55 ઇંચનાં ટીવીને લોન્ચ કરી શકે છે, જે સેમસંગ જેવા બ્રાન્ડ કરતા 20 થી 30 ટકા સસ્તી હશે.

1514976632122156 ટીવી ખરીદતા પહેલા દિવાળી સુધી જુઓ રાહ, થઇ શકે છે ફાયદો

વળી બીજી તરફ ટીવી પેનલનાં ભાવ વૈશ્વિક બજારમાં નીચે આવી ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમસંગ, સોની અને એલજી જેવી કંપનીઓ તહેવારની સિઝનમાં તેમના ટીવીનાં ભાવમાં 10 થી 15 ટકાનો ઘટાડો કરી શકે છે. ડેટા અને સેલ્સ ટ્રેકર જીએફકે ઈન્ડિયાનાં જણાવ્યા અનુસાર ગત વર્ષની તુલનામાં જાન્યુઆરીથી જૂનમાં ટીવીનું વેચાણ ફ્લેટ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.