Not Set/ નોટબંધીની અસર! બેંકમાં જમા થનાર રકમ પાછલા 55 વર્ષમાં સૌથી ઓછી

  નોટબંધી પછી ભલે બેંકો પાસે જૂની નોટોની રકમનો જથ્થો જમા થયો હોય, પરંતુ હવે બેંકો પર તેની નકારાત્મક અસર થતી નજર આવી રહી છે. બેંક ડીપોઝીટ ગ્રોથ રેટ પાછલાં 55 વર્ષમાં સૌથી નોંધાયો છે. માર્ચ 2018 ને પૂર્ણ થતા વિત્ત વર્ષમાં બેંકમાં 6.7 પ્રતિશતના દરથી પૈસા જમા થાય છે. આ રકમ 1963 બાદ સૌથી […]

India Business
SIP Money Birla Growmymoney નોટબંધીની અસર! બેંકમાં જમા થનાર રકમ પાછલા 55 વર્ષમાં સૌથી ઓછી

 

નોટબંધી પછી ભલે બેંકો પાસે જૂની નોટોની રકમનો જથ્થો જમા થયો હોય, પરંતુ હવે બેંકો પર તેની નકારાત્મક અસર થતી નજર આવી રહી છે. બેંક ડીપોઝીટ ગ્રોથ રેટ પાછલાં 55 વર્ષમાં સૌથી નોંધાયો છે. માર્ચ 2018 ને પૂર્ણ થતા વિત્ત વર્ષમાં બેંકમાં 6.7 પ્રતિશતના દરથી પૈસા જમા થાય છે. આ રકમ 1963 બાદ સૌથી ઓછી જમા થયેલી રકમ છે.

ભારતીય રીઝર્વ બેંકની વેબસાઈટ પર આપેલી જાણકારી અનુસાર વિત્ત વર્ષ 2017-18 માં બેંકનો ગ્રોથ રેટ 6.7 પ્રતિશત રહ્યો છે. ઇકોનોમિકસ ટાઈમ્સની એક રીપોર્ટ અનુસાર આ નોટબંધીના કારણોસર થયું છે એમ જણાય છે. આ સાથે જ પાછલાં અમુક સમયથી લોકોએ બેંકો સિવાય મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય વિકલ્પોમાં વધારે પૈસા રોક્યા છે.

નવેમ્બર 2016 માં નોટબંધી થયાં બાદ લગભગ 86 પ્રતિશત ડીપોઝીટ બેન્કોમાં પહોંચી હતી. આથી બેન્કો પાસે ઘણી મોટી માત્રામાં ડીપોઝીટ જમા થઈ હતી, પરંતુ હવે નોટબંધીની ઉંધી અસર બેંકો જોવા મળી રહી છે. રીપોર્ટસ મુજબ નોટબંધી પછી જે પૈસા બેન્કિંગ સિસ્ટમમાં આવ્યા હતા એ હવે નીકળી ગયા છે.

હાલ જ થયેલી કેશની અછતમાં બેન્કોમાંથી વધારે માત્રામાં રૂપિયા ઉપાડવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. નોટ્બંધી પછી બેન્કોએ જૂની નોટોમાં આવેલ કુલ ડીપોઝીટ 15.28 લાખ કરોડ જણાવી હતી. જેમાંથી માર્ચ 2017 માં પૂર્ણ થયેલા વિત્ત વર્ષમાં બેંકો પાસે કુલ જમા રાશી 108 લાખ કરોડ સુધી પહોચી ગઈ હતી. ત્યાં જ માર્ચ 2018 સુધીમાં કુલ રકમ 117 લાખ કરોડ હતી. આ સમયે બેન્કોમાં રકમ જમા થવાનો દર 6.7 પ્રતિશત રહ્યો હતો.

જે પૈસા પહેલા બેન્કોમાં હતા, તે પૈસા હવે અહીંથી નીકળી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય વિકલ્પોમાં લગાવાઈ રહ્યા છે.  માર્ચ 2017 અને માર્ચ 2018 અંદર મ્યુચ્યુઅલ ફંડમાં 22 પ્રતિશતનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ એ જ સમય છે, જ્યારે બેન્કોમાં જમા રકમ 5 દશકમાં સૌથી ઓછી રહી છે.