Not Set/ સુજલામ સુફલામ યોજનાનો થયો પ્રારંભ, તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ

બનાસકાંઠા, રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે બનાસકાંઠામાં પણ તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રી પરબતભાઇ પટેલે માલપુરનાં ભૂતેશ્વરી તળાવને ઉંડુ કરવાની કામગીરી હાથ ધરી. પરબતભાઇએ ભુમિપુજન કરી કામની શરૂઆત કરાવી હતી. માલપુરમાં ભુતેશ્વર તળાવ પાસે ગામના સરપંચ સહિત મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. […]

Gujarat
ahmd 2 સુજલામ સુફલામ યોજનાનો થયો પ્રારંભ, તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ

બનાસકાંઠા,

રાજ્યમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે બનાસકાંઠામાં પણ તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંત્રી પરબતભાઇ પટેલે માલપુરનાં ભૂતેશ્વરી તળાવને ઉંડુ કરવાની કામગીરી હાથ ધરી. પરબતભાઇએ ભુમિપુજન કરી કામની શરૂઆત કરાવી હતી.

માલપુરમાં ભુતેશ્વર તળાવ પાસે ગામના સરપંચ સહિત મોટા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભુમિપુજન બાદ થરાદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરબત પટેલે જળસંચય અભિયાનને વર્ષોથી ચાલી આવતી સંસ્કૃતિ ગણાવતા જણાવ્યુ હતુ કે આપણી સંસ્કૃતિને પુન:જિવીત કરવાનો આનંદ છે.

ahmd 3 સુજલામ સુફલામ યોજનાનો થયો પ્રારંભ, તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ

આગામી સમયમાં આવનારી પેઢીને પણ જળસંચય અભિયાનનો લાભ મળશે. લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલા આ અભિયાનને સફળ બનાવવાની કામગીરી એન.જી.ઓ. સહિતની સંસ્થાઓ સારી રીતે કરી રહી છે.

થરાદ તાલુકાના મલુપુરમાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત રાજ્ય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પરબત ભાઈ પટેલ એ આજે સવારે 9 વાગ્યે મલુપુરના ભુતેશ્વરી તળાવને ઊંડું કરવા તાલુકાના અધિકારીઓ અને મલુપુર ગામના સરપંચ સહિત આગેવાનોની ઉપસ્થિત રહી તળાવનું ભૂમિ પૂજન કર્યું હતું.

ahmd 4 સુજલામ સુફલામ યોજનાનો થયો પ્રારંભ, તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ

રાજ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના 33 જિલ્લામાં તમામ ગામમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ગામના આગેવાનોના માધ્યમથી  33 જિલ્લાના ગામોના તળાવ ઊંડા કરવા માટે અધિકારીઓ અને પદાધિકારીઓ ગામડે ગામડે જઈ તળાવમાં ભૂમિ કરી તળાવ ઊંડા કરવાની શરૂઆત કરવામાં આવશે વર્ષોથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ  જળ અભિયાનને પુનર્જીવિત કરવા આવી રહી છે અને સરકારની 50℅ ભાગી દારી અને સેવાભાવી સંસ્થા,સહકારી મંડળી, દૂધ મંડળી,સ્વૈચ્છિક સંસ્થાઓ અને N.G.O તેમજ લોક ભાગી દારી થી આ યોજના ચાલુ કરાઈ છે અને 1 મેથી 31 મે સુધી રોયલ્ટી માંથી પણ માફી આપવામાં આવી છે.