Not Set/ રિલાયન્સ જિઓના ફોને ટક્કર આપશે વોડાફોન

ભારતની બીજી સૌથી મોટી પ્રાઈવેટ ટેલીકોમ કંપની વોડાફોને રિલાયન્સ જિઓના ફોને ટક્કર આપવા માટે ચીનની આઈટેલ સાથે કરાર કર્યો છે. તે અંતર્ગત આઈટેલના 2જી ફીચર ફોન પર વોડાફોન ફ્રી વોઈસ પ્લાન અને કેશબેક જેવી ઓફર આપશે. આઈટેલના નવા ફીચર ફોન ખરીદનારને ફ્રી ટોકટાઈમ પણ વોડાફોન દ્વારા આપવામાં આવશે.આ ઓફર અંતર્ગત આઈટેલનો 800થી 2000 રૂપિયાનો ફીચર […]

Uncategorized Tech & Auto Business
1 to combat reliance jio vodafone to offer free talk time with itel phones રિલાયન્સ જિઓના ફોને ટક્કર આપશે વોડાફોન

ભારતની બીજી સૌથી મોટી પ્રાઈવેટ ટેલીકોમ કંપની વોડાફોને રિલાયન્સ જિઓના ફોને ટક્કર આપવા માટે ચીનની આઈટેલ સાથે કરાર કર્યો છે. તે અંતર્ગત આઈટેલના 2જી ફીચર ફોન પર વોડાફોન ફ્રી વોઈસ પ્લાન અને કેશબેક જેવી ઓફર આપશે. આઈટેલના નવા ફીચર ફોન ખરીદનારને ફ્રી ટોકટાઈમ પણ વોડાફોન દ્વારા આપવામાં આવશે.આ ઓફર અંતર્ગત આઈટેલનો 800થી 2000 રૂપિયાનો ફીચર ફોન ખરીદનાર ગ્રાહકને 18 મહિના સુધી 50 રૂપિયાનો ટોકટાઈમ ફ્રી મળશે. પરંતુ શરત એટલી છે કે ઓછામાં ઓછાં 100 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. વોડાફોને એક નિવેદનમાં કહ્યું છે કે, આ ઓફર તેના હાલના નવા વોડાફોન ગ્રાહકો માટે આઈટેલના નવા ફીચર ફોન પર ઉપલબ્ધ થશે800 રૂપિયાના મોબાઈલ પર કુલ કેશબેક 900 રૂપિયા હશે, જેથી આ પોનની ઇફેક્ટીવ કિંમત શૂન્ય થઈ જશે. જિઓફોનની પણ ઇફેક્ટીવ કિંમત શૂન્ય છે. વોડાફોન ઇન્ડિયાના એસોસિએટ ડાયરેક્ટર, કન્ઝ્યુમર બિઝનેસ, અવનીશ ખોસલાએ કહ્યું કે, આ સમજૂતી અમારા હાલના અને નવા ગ્રાહકોને નવા ડિવાઈસ ખરીદવા માટે પ્રેરિત કરશે.આઈટેલ ઇન્ડિયાનાચીફ એક્ઝીક્યૂટિવ સુધીર કુમારે કહ્યું કે, આ ઓફર વોડાફોન ગ્રાહકો માટે એક્સક્લૂસિવલી 25 ઓગસ્ટથી શરૂ થશે અને 31 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ અન્ય સર્વિસ પ્રોવાઈડર્સની સાથે આ પ્રકારની સમજૂતીની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યૂલરના મોટાભાગના ગ્રાહક ભારતીય બજારમાં માત્ર વોઈસ સર્વિસ માટે જ ફીચરફોનનો ઉપયોગ કરે છે.