Not Set/ કિમ જોંગ ઉનના પરમાણું પરિક્ષણથી મહાસત્તાઓમાં ફફડાટ

   ઉત્તર કોરિયાએ  કોરિયન સમુદ્રમાં ત્રણ બેલિસ્ટિક મિસાઈલ છોડતા અમેરિકા સહિતની મહાસત્તાઓમાં  ફફડાટ વ્યાપી ગયો છે. અમેરિકા છ ઘણાં સમયથી  પ્રતિબંધો મૂકીને ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ ખોરવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પને એ દિશામાં સફળતા મળી નથી. યુએસ પેસિફિક કમાન્ડે કહ્યું હતું કે, કોરિયન ઉપખંડની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં ઉત્તર કોરિયાએ […]

World
160907gj024 કિમ જોંગ ઉનના પરમાણું પરિક્ષણથી મહાસત્તાઓમાં ફફડાટ

  

ઉત્તર કોરિયાએ  કોરિયન સમુદ્રમાં ત્રણ બેલિસ્ટિક મિસાઈલ છોડતા અમેરિકા સહિતની મહાસત્તાઓમાં  ફફડાટ વ્યાપી ગયો છે. અમેરિકા છ ઘણાં સમયથી  પ્રતિબંધો મૂકીને ઉત્તર કોરિયાનો પરમાણુ કાર્યક્રમ ખોરવવાના પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પને એ દિશામાં સફળતા મળી નથી. યુએસ પેસિફિક કમાન્ડે કહ્યું હતું કે, કોરિયન ઉપખંડની પૂર્વ તરફ આવેલા સમુદ્રમાં ઉત્તર કોરિયાએ મધ્યમ રેન્જની ત્રણ મિસાઈલ છોડી હતી. પહેલી બે મિસાઈલની ફ્લાઈટ નિષ્ફળ રહી હતી, જ્યારે ત્રીજી મિસાઈલ તુરંત જ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. અગાઉ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને ધમકી આપી હતી કે, અમે કોઈ પણ સંજોગોમાં અમેરિકાની દાદાગીરી સહન નહીં કરીએ. અમને ખીજવશો નહિ. નહિ તો ગુઆમનું લક્ષ્યાંક દુર નથી.

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે કહ્યું હતું કે, અમે ટ્રમ્પને માહિતગાર કર્યા છે. હાલ અમેરિકા ઉત્તર કોરિયા પર બાજ નજર રાખી રહ્યું છે. અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ રેક્સ ટિલરસને કહ્યું હતું કે, ઉત્તર કોરિયા પરમાણુ કાર્યક્રમ આગળ વધારીને વિશ્વના તમામ દેશોને ઉશ્કેરી રહ્યુ છે. આ પ્રકારની ઉશ્કેરણી ઈતિહાસમાં ક્યારેય નોંધાઈ નથી. આ મિસાઈલ પરીક્ષણોથી દુનિયાભરમાં અને ખાસ કરીને અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધી શકે છે.

તાજેતરમાં  જ અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત લશ્કરી કવાયત કરી હતી. આ મુદ્દે ઉત્તર કોરિયાએ બંને દેશને ધમકાવતા કહ્યું હતું કે, આ ઉશ્કેરણીજનક પગલું છે. જોકે, અમેરિકા અને દક્ષિણ કોરિયાએ આ નિવેદન ફગાવી દેતા કહ્યું હતું કે, આ લશ્કરી કવાયત ફક્ત અમારી સુરક્ષાલક્ષી છે. આ ઉશ્કેરણી ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને લઈને થઈ છે.