Not Set/ ચીનમાં ભારે વરસાદ,1 કરોડ લોકો અસરગ્રસ્ત, અનેક બ્રિજ તૂટ્યા

બેજિંગ ચીનમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે 1 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની વહેવા લાગી હતી, અનેક બ્રિજ તુટયા હતા, રસ્તા અને રેલવે વ્યવહાર બંધ થયા અને હજારો લોકોને તેમના ઘરો છોડવાની ફરજ પડી હતી. ચીનના દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની આશંકા વ્યક્ત […]

Top Stories World
mahi qw ચીનમાં ભારે વરસાદ,1 કરોડ લોકો અસરગ્રસ્ત, અનેક બ્રિજ તૂટ્યા

બેજિંગ

ચીનમાં ભારે વરસાદ અને તોફાની પવનના કારણે 1 કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની વહેવા લાગી હતી, અનેક બ્રિજ તુટયા હતા, રસ્તા અને રેલવે વ્યવહાર બંધ થયા અને હજારો લોકોને તેમના ઘરો છોડવાની ફરજ પડી હતી.

ચીનના દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં અનેક જગ્યાએ ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરાઇ હતી. ચીનમાં કુદરતી આફત સામે  માત્ર એક જ પ્રાંતના 12 લોકોના મોતના સમાચાર મળ્યા હતા. નેશનલ મેટિરિઓલોજીકલ  સેન્ટરે કહ્યું હતું કે  રવિવારે કેટલાક પ્રાંતોમાં વરસાદ કલાક દીઠ 80 એમએમ કરતાં પણ વધુ પડી શકે છે.

aerial rainfall fuzhou heavy flooded village following 78740192 8718 11e8 bbc3 e5c02a79570e ચીનમાં ભારે વરસાદ,1 કરોડ લોકો અસરગ્રસ્ત, અનેક બ્રિજ તૂટ્યા

દક્ષિણ પશ્ચિમમાં યુન્નાનથી શાંગાહી વચ્ચે દોડતી અને યાંગતેઝ નદીમાં પાણી ભયજનક  સપાટીએ વહી રહ્યું હતુ.આ નદી પર આવેલા ત્રણ મોટા બંધોમાં વિક્રમી સપાટી  સુધી ભરાયા હતા.

સરકારી સમાચાર સંસ્થાએ કહ્યું હતું કે પૂરના કારણે સિચુઆનમાં દસ હાઇ વે બંધ કરવા પડયા હતા તેમજ યાંગતેઝની મિન નદી પર બાંધવામાં આવેલો બ્રિજ તુટી ગયો હતો. પ્રાંતોમાં આવેલા પૂરના કારણે ગુરૃવાર સુધીમાં ૨.૪ અબજ યુઆનનું નુકસાન થયું હતું. દરમિયાન, પાસેના શહેર ચોંગિંગમાં શુક્રવારે 80,000 કરતાં વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. ઉત્તરી ચીનમાંથી પસાર થતી યેલો રિવર પર બે કાંઠે ભરપુર માત્રામાં વહેતી હતી.કાયમ સુકો ભટ રેહતા મોંગોલિયામાં પણ પૂરની ચેતવણી અપાઇ હતી.