Not Set/ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર/ ભાજપની સંકલ્પ યાત્રામાં જોડાયા નહીં, ‘રાષ્ટ્રપિતા’ ગાંધી અંગે કહ્યું, ‘રાષ્ટ્રપુત્ર’

મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની સંકલ્પ યાત્રા દેશભરમાં નીકળી રહી છે. ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર હજુ સુધી આ યાત્રામાં ભાગ જોડાયા નથી. સાધ્વી પ્રજ્ઞા સંકલ્પ યાત્રામાં જોડાયા નહીં. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કહ્યું રાષ્ટ્રપુત્ર અગાઉ નાથુરામ ગોડસે વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. મધ્ય પ્રદેશના ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી […]

Top Stories India
સાધ્વી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર/ ભાજપની સંકલ્પ યાત્રામાં જોડાયા નહીં, 'રાષ્ટ્રપિતા' ગાંધી અંગે કહ્યું, ‘રાષ્ટ્રપુત્ર’

મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની સંકલ્પ યાત્રા દેશભરમાં નીકળી રહી છે. ભોપાલના ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર હજુ સુધી આ યાત્રામાં ભાગ જોડાયા નથી.

  • સાધ્વી પ્રજ્ઞા સંકલ્પ યાત્રામાં જોડાયા નહીં.
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કહ્યું રાષ્ટ્રપુત્ર
  • અગાઉ નાથુરામ ગોડસે વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું.

મધ્ય પ્રદેશના ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ફરી એકવાર મહાત્મા ગાંધી અંગે નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું છે કે મહાત્મા ગાંધી આપના રાષ્ટ્રપુત્ર છે. સમ્માનિય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ગાંધી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે. પરંતુ હજૂસુધી પ્રજ્ઞા સિંહ ઠાકુર આ સંકલ્પ યાત્રામાં જોડાયા નથી.

સાધ્વી જ્યારે ભોપાલ રેલ્વે સ્ટેશન પર એક કાર્યક્રમમાં પહોચી ત્યારે ત્યાંના પત્રકારોએ તેમને પૂછ્યું કે તે સંકલ્પ યાત્રામાં  કેમ નથી જોડાઈ રહી..? આ સવાલને ટાળીને સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે ‘ગાંધી રાષ્ટ્રનાપુત્ર છે અને આપણા માટે આદરણીય છે પરંતુ મારે કોઈ ખુલાસો કરવો ન જોઈએ’.

ભાજપના સાંસદે કહ્યું કે જેણે દેશ માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે તે આપણા માટે ચોક્કસપણે આદરણીય અને ખૂબ જ સમ્માનિય છે. અમે તેના પગલે ચાલીએ છીએ. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે આપણા લોકો કે જેમણે અમને માર્ગદર્શન આપ્યું છે, અમે ચોક્કસપણે તેમની પ્રશંસા કરીએ છીએ, તેમના પગલે ચાલીએ છીએ, અમે લોકો માટે માર્ગ મોકળો કરીએ છીએ.

કોંગ્રેસ પર સીધો લક્ષ્ય

તેમણે કહ્યું કે કોંગ્રેસના કહેવાને કારણે આપણે આપણા સિદ્ધાંતો બદલીશું નહીં, જે સારું છે તે સ્વીકાર્ય છે, જે ખોટું છે તે અસ્વીકાર્ય છે. કોંગ્રેસ ભલે ગમે તે બોલે, પરંતુ મારા સિદ્ધાંતો રાષ્ટ્ર માટે છે.

ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે નિષ્ઠાપૂર્વક હું ભગવાન સમક્ષ એક ક્ષણ માટે પણ સાચી બનવા માંગુ છું, મારે કોઈને કોઈ ખુલાસો આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હું રાષ્ટ્ર માટે જીવીશ અને રાષ્ટ્ર માટે મરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.