સ્થાનિક શેરબજાર આજે શાનદાર ઉછાળા સાથે ખુલવામાં સફળ રહ્યું છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીના દિવસે શેરબજારમાંથી જબરદસ્ત સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 22000ની ઉપર આગળ વધી રહી હતી અને પ્રી-ઓપનિંગથી માર્કેટમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. અમેરિકન બજારો ગઈ કાલે રેકોર્ડ સ્તરે બંધ થયા હતા અને આજે સવારે એશિયન બજારો પણ સકારાત્મક સંકેતો પર છે. દલાલ સ્ટ્રીટ પર ચારેબાજુ હરિયાળી જોવા મળી રહી છે અને તેના કારણે બજારના રોકાણકારો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શેરબજારની શરૂઆત પૂર્વે BSE નો સેન્સેક્સ 383.20 પોઈન્ટ્સ અથવા 0.53 ટકાના વધારા સાથે 72535 ના સ્તરે અને NSE નો નિફ્ટી 88.20 પોઈન્ટ્સ અથવા 0.40 ટકાના વધારા સાથે 22018 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. આરબીઆઈની પોલિસીના પ્રથમ ઓપનિંગમાં, બીએસઈ સેન્સેક્સ 321.42 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 72,473 ના સ્તર પર ખુલ્યો હતો. NSE નો નિફ્ટી 79.15 પોઈન્ટ અથવા 0.36 ટકાના મજબૂત વધારા સાથે 22,009 ના સ્તર પર ખુલ્યો.
BSE સેન્સેક્સના 30 શૅર્સમાંથી 22માં વધારો છે જ્યારે 8 શૅર્સમાં ઘટાડો થઈ રહ્યો છે. ટોપ ગેઇનર્સમાં પાવર ગ્રીડ 5.34 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક 1.28 ટકા ઉપર છે. SBI 1.234 ટકા અને HCL ટેક 1.21 ટકા ઉપર છે. TCS 1.05 ટકા વધ્યો છે. ટોપ લૂઝર્સમાં ITC 1.31 ટકા અને મારુતિ 1.26 ટકા ઘટ્યા હતા. એશિયન પેઇન્ટ્સ 0.71 ટકા અને બજાજ ફાઇનાન્સ 0.64 ટકા ડાઉન છે. નેસ્લે 0.38 ટકા અપ છે.
ગઈકાલે સવારે એશિયન બજારોમાંથી મજબૂત સંકેતો મળી રહ્યા હતા ત્યારે વૈશ્વિક બજારોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો અને જાપાનનો નિક્કી લગભગ 0.75 ટકા જેટલો ઉછળ્યો છે. ગઈકાલે રાત્રે અમેરિકન બજારો રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. ડાઉ અને S&P રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ડાઉ જોન્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ હવે પહેલીવાર 5000ની સપાટીની નજીક પહોંચતો જોવા મળી રહ્યો છે અને ફ્યુચર્સમાં પાંચ હજારની સપાટીને વટાવી ગયો છે. નાસ્ડેકમાં પણ ગઈ કાલે એક ટકાનો જંગી વધારો નોંધાયો હતો.
કારોબારની વાત કરીએ તો અદાણી કંપનીના શેરો પર ટ્રેડ કરી રહ્યા છે. અદાણી હવે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નજીક આવી ગયા છે. બુધવારે ગૌતમ અદાણીની નેટવર્થ $2.7 બિલિયન વધીને $100.7 બિલિયન પર પહોંચી ગઈ છે. ગત જાન્યુઆરીમાં હિંડનબર્ગ રીપોર્ટમાં અદાણી પર વધુ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ગ્રુપના વિવિધ શેર સતત નીચલી સર્કિટમાં અથડાયા હતા. જો કે એક વર્ષની અંદર અદાણીએ રીકવરી કરતાં વિશ્વના 16મા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
આ પણ વાંચો :કાશ્મીર/જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત
આ પણ વાંચો :જાહેરાત/ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ
આ પણ વાંચો :survey/લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે
