Not Set/ સ્પોર્ટ્સ/ રોહિતની બેવડી સદી બાદ ગ્રીમ સ્મિથે આપ્યું મોટુ નિવેદન, કહ્યુ-તેની શિસ્ત તેને મહાન બનાવે છે

ભારતીય ઓપનર રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી છે. જે બાદ હવે તેના બધે જ વખાણ થઈ રહ્યા છે. રોહિત ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો છે. તેણે રવિવારે અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટનાં બીજા દિવસે રવિવારે 255 બોલમાં 212 રન બનાવ્યા હતા. તેણે આ સમયગાળા […]

Uncategorized
pjimage 39 સ્પોર્ટ્સ/ રોહિતની બેવડી સદી બાદ ગ્રીમ સ્મિથે આપ્યું મોટુ નિવેદન, કહ્યુ-તેની શિસ્ત તેને મહાન બનાવે છે

ભારતીય ઓપનર રોહિત શર્માએ તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી બેવડી સદી ફટકારી છે. જે બાદ હવે તેના બધે જ વખાણ થઈ રહ્યા છે. રોહિત ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યો છે. તેણે રવિવારે અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટનાં બીજા દિવસે રવિવારે 255 બોલમાં 212 રન બનાવ્યા હતા. તેણે આ સમયગાળા દરમિયાન 28 ચોક્કા અને ચાર છક્કા ફટકાર્યા હતા.

દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે રોહિતની પ્રશંસા કરતા કહ્યું છે કે તેની શિસ્ત તેને એક મહાન બેટ્સમેન બનાવે છે. વધુમાં સ્મિથે કહ્યું કે, “રોહિતે પોતાના પ્રદર્શનથી ખૂબ પ્રેરિત કર્યા છે અને તેની રમત પ્રત્યેની શિસ્ત અને વ્યૂહરચના તેને એક શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન બનાવ્યો છે.” સાથે સ્મિથે કહ્યુ કે, “આ સિવાય, દક્ષિણ આફ્રિકાની નબળાઇ પણ જુના બોલથી જાહેર થઈ છે. સ્પિન વિભાગે રોહિતને ખુલ્લા મને રમવાની સ્વતંત્રતા આપી હતી, જેના કારણે તે શ્રેણીમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.”

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો છે અને ડોન બ્રેડમેનનો 71 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્મા ઘરેલુ મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સરેરાંશથી રન બનાવનાર ક્રિકેટર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.