Not Set/ અમદાવાદ : શાસ્ત્રીનગર રોડ પર પડયો મસ મોટો ભૂવો,વાહન ચાલકોની મુશ્કેલી વધી

જે લોકો ભુત ભુવા ને જ જાણતા કે જોયા હોય તેમણે અમદાવાદની મુલાકાત લઇ રોડ પર પડતાં ભુવા જોવા અને જાણવા જોઇએ. અમદાવાદીઓ તો ભુવાથી બરોબર પરિચિત થઇ ગયાં છે પણ જેમને ખબર નથી એમને માટે જણાવીએ કે ભુવા એટલે કે રોડ પર પડતા મોટા ખાડાઓ. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો […]

Ahmedabad Top Stories Gujarat Videos
aaampo 15 અમદાવાદ : શાસ્ત્રીનગર રોડ પર પડયો મસ મોટો ભૂવો,વાહન ચાલકોની મુશ્કેલી વધી

જે લોકો ભુત ભુવા ને જ જાણતા કે જોયા હોય તેમણે અમદાવાદની મુલાકાત લઇ રોડ પર પડતાં ભુવા જોવા અને જાણવા જોઇએ. અમદાવાદીઓ તો ભુવાથી બરોબર પરિચિત થઇ ગયાં છે પણ જેમને ખબર નથી એમને માટે જણાવીએ કે ભુવા એટલે કે રોડ પર પડતા મોટા ખાડાઓ.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો પણ ચાલુ છે.

આપને જણાવીએ કે અમદાવાદના શાસ્ત્રીનગરમાં મસમોટો ભૂવો પડતા રસ્તો બંધ કરી દેવાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી. જો કે મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસરના પગલે તંત્ર સફાળુ જાગ્યું અને ભૂવાને પૂરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શાસ્ત્રીનગર રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વાહન ચાલકોને BRTSના રૂટ પરથી પસાર થવા મજબૂર બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.