આગમન/ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા,આવતીકાલે ટ્રાન્સસ્ટેડીયામાં નેશનલ ગેમ્સ એન્થમ અને મેસ્કોટનું લોન્ચિંગ કરશે

સંદર્ભે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે તે તમામ કાર્યક્રમોમાં હાજરી આપશે

Top Stories Gujarat
11 5 ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા,આવતીકાલે ટ્રાન્સસ્ટેડીયામાં નેશનલ ગેમ્સ એન્થમ અને મેસ્કોટનું લોન્ચિંગ કરશે

ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે. ગુજરાત 2022 ની સત્તાવાર રીતે અહીંના EKA એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રવિવારે (4 સપ્ટેમ્બર) રાજકારણ અને રમતગમતની દુનિયાના અગ્રણી મહાનુભાવોની હાજરીમાં પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય યુવા અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સાથે આ મેગા ઇવેન્ટની હાજરી આપશે.આ સંદર્ભે કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે તે તમામ કાર્યક્રમોમાં હાજરી આપશે

ગુજરાતમાં 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરશે, તેમજ CM ભૂપેન્દ્ર પટેલ, અનુરાગ ઠાકુર, હર્ષ સંઘવી ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન લૉન્ચ કરશે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “અમને રાષ્ટ્રીય રમતોની યજમાની કરવાનો આનંદ અને ગર્વ છે. અમે ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓ અને અધિકારીઓની રાહ જોઈ રહ્યા છીએ અને આ ગેમ્સને અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી”.

રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000 જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેવા જઈ રહ્યાં છે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે શનિવારે સાંજે 6 વાગ્યે યોજાશે.