Not Set/ SBIના ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર,બેંક દ્વારા આ સેવા થશે બંધ

નવી દિલ્હી, દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે બેંક તરફથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. SBI તમારું એકાઉન્ટ છે અને તમે ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છો તો, આ જાણકારી ખુબ મહત્વની છે. કારણ કે, આગામી ૧ ડિસેમ્બરથી તમે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા રૂપિયાની લેણદેણ કરી શકશો નહિ. SBIની […]

Trending Business
state bank of india sbi logo SBIના ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર,બેંક દ્વારા આ સેવા થશે બંધ

નવી દિલ્હી,

દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ગ્રાહકો માટે બેંક તરફથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

SBI તમારું એકાઉન્ટ છે અને તમે ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છો તો, આ જાણકારી ખુબ મહત્વની છે. કારણ કે, આગામી ૧ ડિસેમ્બરથી તમે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા રૂપિયાની લેણદેણ કરી શકશો નહિ.

maxresdefault 5 SBIના ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર,બેંક દ્વારા આ સેવા થશે બંધ
business-shocking news-1st-december-sbi-internet banking-get-closed

SBIની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, ૧ ડિસેમ્બરથી બેંક દ્વારા ઈન્ટરનેટ બેન્કિંગની સેવા બંધ કરવામાં આવશે.

શા માટે બંધ કરવામાં આવી છે આ સેવા ?

એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, SBI દ્વારા આ પગલું RBIએ જાહેર કરેલા નિયમોના કારણે ઉઠાવવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, જો તમારું SBIમાં એકાઉન્ટ છે અને હજી સુધી તમે પોતાના મોબાઈલ નંબર બેંક સાથે રજીસ્ટર કર્યો નથી, તો ૧ ડિસેમ્બરથી તમારા માટે ઈન્ટરનેટ બેન્કિંગની સેવા બંધ થઇ જશે.