Not Set/ ફૈઝાબાદ જીલ્લાના નામકરણ પછી શું હવે અમદાવાદનું નામ પણ બદલાઈ જશે ?

અમદાવાદ યુપી સરકારે હાલમાં જ ફૈઝાબાદ જીલ્લાનું નામ અયોધ્યા કરી દીધું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા આ નામ બદલવામાં આવ્યું છે. અયોધ્યા નામની ઘોષણા કર્યાના થોડા સમય પછી અમદાવાદનું પણ નામ બદલવાની ચર્ચાઓ થઇ રહી છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું વિચારી રહ્યા છે. ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથે […]

Top Stories Ahmedabad Gujarat Trending
201509151750121 ફૈઝાબાદ જીલ્લાના નામકરણ પછી શું હવે અમદાવાદનું નામ પણ બદલાઈ જશે ?

અમદાવાદ

યુપી સરકારે હાલમાં જ ફૈઝાબાદ જીલ્લાનું નામ અયોધ્યા કરી દીધું છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા આ નામ બદલવામાં આવ્યું છે.

અયોધ્યા નામની ઘોષણા કર્યાના થોડા સમય પછી અમદાવાદનું પણ નામ બદલવાની ચર્ચાઓ થઇ રહી છે.

ગુજરાત સરકાર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનું વિચારી રહ્યા છે.

ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથે વાતચીત દરમ્યાન આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અમદાવાદનું નામ બદલવાની તૈયારી કરી રહી છે. જો દરેક સરકારી અડચણ દૂર થઇ જશે તો આ નામ બદલવામાં સમર્થન મળશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઘણા લોકો ઈરછી રહ્યા છે કે અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ. જો કાયદાકીય અડચણને પાર કરવામાં જો અમને સમર્થન મળે છે તો અમે મહાનગરનું નામ બદલવા માટે હંમેશા તૈયાર છીએ.

તમને જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથે દીપોત્સવના કાર્યક્રમ દરમ્યાન ફૈઝાબાદ જીલ્લાનું નામ અયોધ્યા કરવાની ઘોષણા કરી છે.

જો અમદાવાદના ઈતિહાસ પર નજર નાખીએ તો ૧૧મી સદીમાં તેનું નામ આશાવલ હતું

હાલ જે શહેરનું નામ પાટણ છે તે અહિલવાડા પર ચાલુક્ય વંશના શાસનકાળમાં રાજા કર્ણએ આશાવલ ભીલના રાજા પર હુમલો કરીને આ ક્ષેત્ર પર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નામનું શહેર વસાવ્યું હતું.

ત્યારબાદ વર્ષ ૧૪૧૧માં સુલતાન અહમદ શાહે કર્ણાવતી નજીક એક નવા શહેરની આધારશીલા મૂકી અને તેની નજીક રહેનારા અહમદના નામન અચાર સંતના નામ પરથી આ શહેરનું નામ અમદાવાદ રાખ્યું.