Not Set/ સુરત/ સ્મશાનમાં દફનાવાયેલી બે મહિનાની બાળકીના મૃતદેહને કોણ ચોરી ગયું…?

સુરતના લિંબાયતમાં રાવનગરમાં આવેલા સ્મશાનમાં ત્રણ દિવસ અગાઉ દફનાવાયેલી બે મહિનાની બાળકીના મૃતદેહની ચોરી થઇ છે. મૂળ તેલંગાણાના રહેવાસી અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા બજરંગનગરમાં રહેતા ગણેશ બુદારામેં ત્રણ દિવસ અગાઉ તેમની મૃત 2 મહિનાની પુત્રીને અહીં દફનાવી હતી. પરંતુ આજે દૂધ પીવ્દાવાની વિધિ માટે સ્મશાને આવતા તેમને મૃતદેહ મળ્યો નાં હતો. પ્રાપ્ત વિગતો […]

Gujarat Surat
સાવલી 4 સુરત/ સ્મશાનમાં દફનાવાયેલી બે મહિનાની બાળકીના મૃતદેહને કોણ ચોરી ગયું...?

સુરતના લિંબાયતમાં રાવનગરમાં આવેલા સ્મશાનમાં ત્રણ દિવસ અગાઉ દફનાવાયેલી બે મહિનાની બાળકીના મૃતદેહની ચોરી થઇ છે. મૂળ તેલંગાણાના રહેવાસી અને હાલ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા બજરંગનગરમાં રહેતા ગણેશ બુદારામેં ત્રણ દિવસ અગાઉ તેમની મૃત 2 મહિનાની પુત્રીને અહીં દફનાવી હતી. પરંતુ આજે દૂધ પીવ્દાવાની વિધિ માટે સ્મશાને આવતા તેમને મૃતદેહ મળ્યો નાં હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત સોમવારે સાંજે રહેતા ગણેશ બુદારામની નાની બે મહિનાની પુત્રીની તબિયત અચાનક ખરાબ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.

ત્યારબાદ સોમવારે જ રાત્રે લિંબાયતમાં આવેલી મુક્તિધામ સ્મશાનમાં તારાનો મૃતદેહ દફનાવાયો હતો. ગત રોજ પરિવાર તારાની મરણોતર દૂધ પીવડાવવાની વિધિ માંટે સ્મશાન પહોંચ્યા હતા. દરમિયાન તારાના શરીર પર મૂકેલા કપડા કબરમાંથી બહાર નીકળેલા મળી આવ્યા હતા. જેથી કબર ખોદાવી હતી.

પરંતુ બાળકીનો મૃતદેહ મળ્યો ન હતો. આ  અંગે  સ્માશનના કર્મચારી દ્વારા બાળકીના મૃતદેહને કૂતરા અથવા સુવર ખેંચી ગયા હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.  આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.