Not Set/ #DelhiAssemblyElection2020/ દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, 8 ફેબ્રુઆરીએ તમારી સામે હશે IND vs PAK : કપિલ મિશ્રા

દિલ્હીની ચૂંટણી આવતા મહિને ફેબ્રુઆરીમાં યોજાવાની છે, જેને લઇને દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઇ છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકવાર ફરી બાજી મારી જશે તેવી માહિતી સતત સામે આવી રહી છે. એક જનસમૂહ કામનાં આધારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એકવાર ફરી દિલ્હીની ખુરશી પર જોવા માગે છે. ત્યારે આ ચૂંટણી ભાજપ માટે એક પડકારરૂપ સાબિત […]

Top Stories Gujarat Assembly Election 2022 India
kapil mishra #DelhiAssemblyElection2020/ દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, 8 ફેબ્રુઆરીએ તમારી સામે હશે IND vs PAK : કપિલ મિશ્રા

દિલ્હીની ચૂંટણી આવતા મહિને ફેબ્રુઆરીમાં યોજાવાની છે, જેને લઇને દરેક પાર્ટી પ્રચારમાં લાગી ગઇ છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકવાર ફરી બાજી મારી જશે તેવી માહિતી સતત સામે આવી રહી છે. એક જનસમૂહ કામનાં આધારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એકવાર ફરી દિલ્હીની ખુરશી પર જોવા માગે છે. ત્યારે આ ચૂંટણી ભાજપ માટે એક પડકારરૂપ સાબિત થઇ શકે છે. આગળ કહ્ય મુજબ કે દિલ્હીની ચૂંટણીને લઇને દરેક પાર્ટીઓ પ્રચાર કરી રહી છે, ત્યારે ભાજપે પણ પોતાનો પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. આ વખતે દિલ્હીની ચૂંટણીમાં મતદાન પહેલા પાકિસ્તાનની એન્ટ્રી થઇ ગઇ છે.

8 ફેબ્રુઆરીએ મતદાન થાય તે પહેલાં પાર્ટીઓ વચ્ચે ચૂંટણીલક્ષી જંગ તીવ્ર બની ગઇ છે. ભાજપનાં ઉમેદવાર (કપિલ મિશ્રા) એ કહ્યું છે કે, મતદાનનાં દિવસે દિલ્હીનાં માર્ગો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ પહેલીવાર નથી કે દિલ્હી ચૂંટણીમાં પહેલીવાર પાકિસ્તાન વિશે કોઈ નિવેદન આપવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ભાજપ કેજરીવાલ પર સતત હુમલો કરી રહ્યુ છે. કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું હતું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીનાં રસ્તાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. આ પહેલીવાર નથી કે દિલ્હી ચૂંટણીમાં પહેલીવાર પાકિસ્તાન વિશે કોઈ નિવેદન આપવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ભાજપ કેજરીવાલ પર સતત હુમલો કરી રહ્યુ છે. કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું હતું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીનાં રસ્તાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.

Kapil #DelhiAssemblyElection2020/ દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, 8 ફેબ્રુઆરીએ તમારી સામે હશે IND vs PAK : કપિલ મિશ્રા

તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યું કે, શાહીન બાગમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ગઇ છે. નાનું પાકિસ્તાન દિલ્હીમાં બનાવવામાં આવી રહ્યું છે. શાહીન બાગ, ચાંદ બાગ, ઇન્દ્રલોકમાં દેશનાં કાયદો માનવા નથી આવી રહ્યો. પાકિસ્તાની તોફાનીઓએ દિલ્હીની શેરીઓ પર કબજો કર્યો છે.

Kapil Mishra 1 #DelhiAssemblyElection2020/ દિલ્હીની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી, 8 ફેબ્રુઆરીએ તમારી સામે હશે IND vs PAK : કપિલ મિશ્રા

જો કે, રાજધાનીની ક્રિકેટ પિચ પર સાત વર્ષ પહેલા બંને દેશો વચ્ચે છેલ્લી ટક્કર થઈ હતી. ત્યારબાદ દિલ્હીમાં બંને ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ મેચ રમાઈ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ વન-ડે મેચ 6 જાન્યુઆરી, 2013 નાં રોજ દિલ્હીમાં રમાઈ હતી, જેમાં ભારતે 10 રને જીત મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.