Gujarat Budget 2022/ કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું 2,43,965 કરોડ રુપિયાનું ગુજરાતનું બજેટ, જુઓ મહત્વની જાહેરાતો

નાણામંત્રી કનુ દેસાઈ પણ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા CM ભૂપેન્દ્ર પટેલ નિવેદન આપ્યું છે. ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે કે આ બજેટ સર્વસમાવેશી હશે.

Top Stories Gujarat Others
a 15 4 કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું 2,43,965 કરોડ રુપિયાનું ગુજરાતનું બજેટ, જુઓ મહત્વની જાહેરાતો

ગુજરાતમાં ભાજપ સરકાર ગુરુવારે રાજ્ય માટે તેનું છેલ્લું બજેટ રજૂ કરશે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં મતદાન થવાનું છે, તેથી આ બજેટ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બને તેવી શક્યતા છે. જેના કારણે આ વખતે બજેટમાં મોટી જાહેરાતો થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બુધવારથી શરૂ થયું છે. આજે એટલે કે ગુરુવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. ગયા વર્ષે ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અંદાજપત્ર રજૂ કર્યું હતું, જે આશરે રૂ. 2.27 લાખ કરોડનું હતું. ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તે પોપ્યુલિસ્ટ બજેટ હોવાની શક્યતા છે. કનુભાઈ દેસાઈ આ વખતે તેમનું પ્રથમ બજેટ રજૂ કરશે. ગયા વર્ષે કેબિનેટમાં ફેરબદલ બાદ તેમણે નાણા વિભાગનો હવાલો સંભાળ્યો હતો. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા છે.

Gujrat Budget 2022 Live Update:

Live Update:02:44

  • 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે 1250 અને 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે 1000 રૂપિયા.
  • જસદણ, લિંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરવામાં આવશે.
  • 4 હજાર ગામડાઓને ફ્રી વાઈફાઈ સુવિધા આપવામાં આવશે.
  • સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે.
  • મોરબીમાં 400 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ઈન્ટરનેશનલ સિરામિક પાર્ક બનશે
  • પીએચડી વિદ્યાર્થીઓને 1 લાખની સહાય

Live Update:02:28

  • પ્રતિભાશાળી વ્યકિતઓને અવસર પૂરો પાડવા કલા મહાકુંભ અંતર્ગત 8 કરોડ
  • તા. કક્ષાની અદ્યતન ઇકો ફ્રેન્ડલી સ્માર્ટ ગ્રીન લાયબ્રેરી નિર્માણ માટે 8 કરોડ
  • સુરતના સેન્ટર ઓફ ઍક્સેલન્સના નિર્માણ માટે 5 કરોડની જોગવાઈ
  • વ્યારા ખાતે હોસ્ટેલના બાંધકામ, ફૂટબોલ ગ્રાઉન્ડ જોગવાઇ
  • હોસ્ટેલ,ફૂટબોલ ગ્રાઉન્ડ માટે 2 કરોડની જોગવાઈ
  • શક્તિદૂત યોજના હેઠળ 4 કરોડ
  • છોટા ઉદેપુર મલટી પર્પઝ હોલ માટે 2 કરોડ
  • યોગ દિવસની ઉજવણી અને પ્રચાર માટે 2 કરોડની ફાળવણી
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે 199 કરોડની જોગવાઈ
  • ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે 20 કરોડની જોગવાઈ

Live Update:02:20

  • ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે કુલ 931 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 1822 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે કુલ 4394 કરોડની જોગવાઈ
  • કાયદો અને વ્યવસ્થા માટે કુલ 8325 કરોડની જોગવાઈ
  • રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે 517 કરોડની જોગવાઈ
  • ખેલ મહાકુંભ આગામી વર્ષ માટે 73 કરોડ ફાળવ્યા
  • જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે 47 કરોડ ફાળવ્યા
  • સ્પોર્ટસ સ્કૂલની 39 શાળાઓમાં સવલતો પુરી પાડવા 43 કરોડની જોગવાઈ
  • વડોદરાની સ્વનિમ ગુજરાત સ્પોર્ટ યુનિ. માટે 10 કરોડની જોગવાઈ

Live Update:02:11

કચ્છમાં મોટા ચેકડેમના નિર્માણ માટે 65 કરોડ, બનાસકાંઠામાં સિંચાઈના લાભો માટે 70 કરોડ, ધરોઈ વિસ્તારને પ્રવાસન વિસ્તાર તરીકે વિકસાવવા 200 કરોડ, અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના ગામોની સિંચાઈ માટે 25 કરોડ

Live Update:02:01 

બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં 2.43 લાખ કરોડના બજેટમાં નવી મેડિકલ કોલેજો ખુલશે.

Live Update:01:58 

  • વિજ્ઞાન-પ્રોદ્યોગિકી માટે રૂ 670 કરોડની જોગવાઈ
  • સ્કૂલઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ 500 કરોડ
  • રાજ્યમાં 1,81,045 કરોડનો મહેસૂલી આવક
  • રાજ્યમાં 1,81,039 કરોડનો મહેસૂલી ખર્ચ
  • જળ શક્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઇ
  • IT ક્ષેત્રે 2 લાખ રોજગારીની નવી તકો ઉભી થશે
  • ગિફ્ટ સિટીમાં પ્રથમ બુલિયન માર્કેટ શરૂ થશે
  • સુપોષિત બાળ યોજનાની કરી જાહેરાત
  • રખડતા ઢોરની સમસ્યા માટે 100 કરોડની જોગવાઈ

Live Update:01:55   

  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 15,568 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1504 કરોડની જોગવાઈ
  • ક્લાઇમેટ ચેન્જ માટે 931 કરોડની જોગવાઈ
  • વન અને પર્યાવરણ વિભાગ માટે 1822 કરોડની જોગવાઈ
  • મહેસુલ વિભાગ માટે કુલ 4394 કરોડની જોગવાઈ
  • કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગ માટે 8325 કરોડની જોગવાઈ
  • રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે 517 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 199 કરોડની જોગવાઈ
  • સામાન્ય વહીવટી વિભાગ માટે 2146 કરોડની જોગવાઈ

Live Update:01:52   

  • આદિજાતિ વિકાસ 2909 કરોડ ની જોગવાઈ
  • પંચાયત અને ગ્રા.વિકાસ માટે 9048 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ 14,297 કરોડ ની જોગવાઈ
  • ઉદ્યોગ અને ખાણ 7030 કરોડ ની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી 652 કરોડની જોગવાઈ
  • નવી 2 લાખ રોજગારી નું સર્જન
  • વિજ્ઞાન અને ઔદ્યોગિક 670 કરોડની જોગવાઈ
  • શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે 1837 કરોડની જોગવાઈ
  • માર્ગ અને મકાન માટે 12024 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહનો માટે 1504 કરોડ ની જોગવાઈ

Live Update:01:49  

  • બાળકોના સર્વાંગી વિકાસ માટે વિશ્વ બેન્કના સહયોગથી રૂ. 10 હજાર કરોડના ખર્ચે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેકટની જાહેરાત
  • કિશોરીઓ, સગર્ભા, માતાઓના પોષણ માટે 4 હજાર કરોડના ખર્ચે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત. આ યોજનામાં સગર્ભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, 1 લીટર ખાદ્યતેલ દર મહિને અપાશે

Live Update:01:45 

  • ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળું પાક માટે વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ
  • કૃષિ વિભાગ માટે 7737 કરોડની જોગવાઇ
  • રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે
  • 280 જેટલી સેવાઓને ડિજીટ સેવાસેતુથી ઘરે ઘરે પહોંચાડી
  • મત્સ્ય ઉદ્યોગ પ્રભાગ માટે 880 કરોડની જોગવાઈ
  • જળસંપતિ પ્રભાગ માટે 5339 કરોડ ની જોગવાઈ
  • પાણી પુરવઠા પ્રભાગ માટે 5451 કરોડ ની જોગવાઈ

Live Update:01:44 

  • ગૌશાળા અને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના
  • ગૌવંશ માટે 500 કરોડની જોગવાઈ. રખડતા ઢોરોથી મુક્તિ માટે 100 કરોડની જોગવાઈ
  • 10 હજારના ખર્ચે સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ

Live Update:01:42 

  • દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર
  • PM મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે
  • અમૃત મહોત્સવ તરફ આગળ વધી રહ્યા છીએ
  • ગુજરાતનું 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ

Live Update:01:39 

ખેડૂતોને રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત. પશુ પાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની જાહેરાત. બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8થી 10 હગજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે.

Live Update:01:38 

દેશભરમાં કોરોના 177 કરોડથી વધુ રસી નિ:શુલ્ક ઉપલબ્ધ 

દેશભરમાં 177 કરોડથી વધુ કોરોના રસી નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પડકારોએ અમારો ગૂંગળામણ ન કર્યો, અમે સખત પરિશ્રમ દ્વારા પ્રગતિની સીડી છીએ.

Live Update:01:36   

ગુજરાત વિધાનસભામાં નાણા મંત્રી કનુ દેસાઇ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે મહિલા અધ્યક્ષને શુભકામના પાઠવી. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. કોરોનામાં વિનામૂલ્યે રસી આપીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું. પીએ મોદીના નેતૃત્વમાં દેશ પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર થવા તરફ આગળ વધી રહ્યો છે.

Live Update:01:29  

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ પટેલે 2022-23નું બજેટ રજૂ કર્યું. કનુભાઈ દેસાઈએ બજેટ સ્પીચ વાંચવાનું શરુ કરતા જણાવ્યું, ‘પ્રથમવાર ગુજરાતનું બજેટ રજૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ ગર્વની લાગણી અનુભવું છું.’

Live Update:01:19 

  • ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પહોંચ્યા વિ.સભા ગૃહમાં
  • CR પાટીલ બજેટ માટે વિધાનસભા ગૃહ પહોંચ્યા
  • ગેલેરીમાં CR પાટીલ અને ઉપાધ્યક્ષ ભરત બોધરા હાજર

Live Update:12:56 

  • વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા હોબાળો
  • હાથમાં બેનરો સાથે વિપક્ષે ગૃહમાં મચાવ્યો હોબાળો
  • દારૂ અને ડ્રગ્સના સવાલમાં કર્યો હોબાળો
  • ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની કરી માગ
  • હાથમાં બેનરો સાથે વિપક્ષે ગૃહમાં મચાવ્યો હોબાળો

Live Update:12:30 

કોંગ્રેસનો વિરોધ

બજેટ સત્રના બીજા દિવસે વિપક્ષના નેતા સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસે તાપી-પર-નર્મદા લિંક પ્રોજેક્ટને રદ કરવાની માંગ સાથે વિધાનસભાની બહાર ધરણા કર્યા.

Live Update:11:36 

CM ભૂપેન્દ્ર પટેલ

બજેટ રજૂ કરતા પહેલા CM ભૂપેન્દ્ર પટેલ નિવેદન આપ્યું છે. ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે કે આ બજેટ સર્વસમાવેશી હશે.ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ ગુજરાતના લોકોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.

Live Update:11:22 

કનુભાઈ દેસાઈ 

બજેટ પહેલા રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે, દર વખતની જેમ આ વખતે પણ બજેટમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતનું બજેટ તમામ લોકોને સારા સમાચાર આપનારું બજેટ સાબિત થશે. ગુજરાત રાજ્યમાં મધ્યમ નોકરિયાતોની સંખ્યા વધુ છે. નાની નોકરી કરતા ગુજરાતના દરેક નાગરિકને ખૂબ ઉપયોગી બજેટ સાબિત થશે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભામાં રજૂ થનારા બજેટમાં અનેક નવી યોજનાઓ અને પ્રોજેક્ટો પણ મુકવામાં આવ્યા છે. રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે. પરંતુ ગત વર્ષના બજેટ કરતા વધુ પ્રમાણમાં બજેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22નું બજેટ રાજ્યના પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલે  વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું જેમાં કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ખાતે નીતિન પટેલે સતત નવમી વખત બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું, પરંતુ હવે પ્રથમ વખત કનુ દેસાઈ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

લાલ રંગની બજેટ બેગ સાથે નાણાંમંત્રી વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારે તેમની લાલ રંગની બજેટ બેગ ખાસ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. કારણ કે, આ બેગ પર વર્લી પેઈન્ટિંગ કરવામાં આવ્યુ હતું. સાથે જ પહેલીવાર કોઈ નાણામંત્રી આ પ્રકારની કલાત્મક બેગ લઈને બજેટ રજૂ કરવા પહોંચ્યા હોય તેવુ જોવા મળ્યું. બેગ સાથેની તસવીર ટ્વીટ કરતા નાણામંત્રીએ લખ્યુ હતુ કે, રાજ્યની અર્થવ્યવસ્થા સાથે રાજ્યની સાંસ્કૃતિક કળાને સૂચક રૂપે જોડતું નવું અભિગમ!

વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બપોરે 1 કલાકે ગુજરાતનું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહનું કામકાજ પ્રશ્નોત્તરી સાથે બપોરે 12 કલાકે શરૂ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિભાગોને લગતા પ્રશ્નો સાથે ગૃહની શરૂઆત થશે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ ચૂંટણીલક્ષી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પહેલુ બજેટ છે. કનુ દેસાઈ વિધાનસભામાં પહેલીવાર બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે કોરોનાકાળ બાદ સરકાર પ્રજાના હિત માટે કેવા નિર્ણયો લે છે તેના પર સૌની નજર છે.

આ બજેટસત્ર 22 દિવસ સુધી ચાલશે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારિતા, કૃષિ વિભાગની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ પર 4 દિવસ ચર્ચા થશે તેમજ વિધાનસભા ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

રાજ્યનું કુલ જાહેર દેવું

રાજ્યનું કુલ જાહેર દેવું 2,67,650 કરોડ રૂપિયાઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના દેવામાં છેલ્લા 2 વર્ષના સમયગાળામાં 60 હજાર કરોડથી વધુ રકમનો વધારો થયો છે. આમ રાજ્યમાં કુલ 33,864 કરોડનું દેવું છે. રાજ્ય સરકારે દેવાના વ્યાજ સ્વરૂપે કુલ 2,184 કરોડની ચુકવણી કરી છે. લોનના વ્યાજની ચુકવણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18માં 430 કરોડ, વર્ષ 2016-17માં 469 કરોડ અને વર્ષ 2015-16માં 514 કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હોવાની વિગતો ગૃહમાં જાહેર કરવામાં આવી હતી. 9 માર્ચ 2021ના રોજ વિધાનસભા ગૃહમાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યનું કુલ જાહેર દેવું 2,67,650 કરોડ થયું છે.

આ પણ વાંચો :યુક્રેનથી સુરક્ષિત પરત આવેલા ગુજરાતી વિધાર્થીઓ ગાંધીનગર પહોચ્યા,શિક્ષણ મંત્રીએ કર્યું તમામનું સ્વાગત

આ પણ વાંચો : ગુજરાતનો બજેટ 2.50 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ,જાણો વિગત

આ પણ વાંચો :ચૂંટણી પહેલા આજે ગુજરાતનું બજેટ, CM ભૂપેન્દ્રભાઈ પટેલની અગ્નિપરીક્ષા

આ પણ વાંચો :યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓનાં વાલીઓની પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી