Not Set/ ભાજપે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, CM સહિતના દિગ્ગજો જોડાશે ચૂંટણી પ્રચારમાં…

3 નવે.ના રોજ ગુજરાત વિધાનસભાની 8 વિધાનસભા માટે યોજાઈ રહેલી પેટા ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર માટે ભાજપે જાહેર કરેલી યાદી આ પ્રમાણે છે.

Gujarat
CM vijay rupaani

ગુજરાત રાજ્યમાં ૮ વિધાનસભાની પેટા ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા ચૂંટણી પ્રચારની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ આગામી પેટા ચૂંટણીમાં પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ ૮ વિધાનસભાની બેઠક માટે મેદાન માં આવશે.

3 નવે.ના રોજ ગુજરાત વિધાનસભાની 8 વિધાનસભા માટે યોજાઈ રહેલી પેટા ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર માટે ભાજપે જાહેર કરેલી યાદી આ પ્રમાણે છે.

સી.આર.પાટીલ, કમ વિજય રૂપાણી, DY.CM. નીતિન પટેલ પ્રચાર કરશે. તો સાથે પુરૂષોત્તમ રૂપાલા, આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણીયા, ભરતસિંહ પરમાર પણ જોડાશે. મનસુખભાઈ માંડવીયા, ભારતીબેન શિયાળ, આઇ.કે.જાડેજા, ગોરધનભાઈ ઝડફિયા, શંભુનાથ ટુંડિયા, ઋત્વિજ પટેલ, જ્યોતિબેન પંડ્યા, સૌરભભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા, કુંવરજીભાઈ બાવળીયા, જવાહરભાઈ ચાવડા, પ્રદિપસિંહ જાડેજા, રમણભાઈ પાટકર, વિભાવરીબેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, કે.સી.પટેલ, રમણલાલ વોરા, દિલીપભાઈ સંઘાણી, હીરાભાઈ સોલંકી, અલ્પેશ ઠાકોર વિગેરેની ફોજ સાથે ભાજપ ચૂંટણી પ્રચાર કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.