યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓનાં વાલીઓની પ્રાંત અધિકારીએ મુલાકાત લીધી હતી અને તેમને આશ્વાસન પણ આપ્યું હતુ. મુળી તાલુકાનાં દુધઈ ગામના મહાવીર જોરૂભાઈ કરપડા હાલ યુક્રેનનાં લીવ માં અભ્યાસ કરતા હતા. યુધ્ધની પરીસ્થીતી માં પરત ફરવામાં હાલ પોલેન્ડ બોર્ડર ઉપર ફસાયા છે.
તેમની વિગતો અને કોન્ટેક્ટ નંબર લઈ પરીસ્થીતીથી વાકેફ થવા માટે આજે ચોટીલા પ્રાંત અધિકારી ગલચર સાહેબ રૂબરૂ દુધઈ મુકામે આવ્યા હતા. અને પરીવારજનોને મળી વિધાર્થીઓને પરત ભારત લાવવા માટેની તજવીજ હાથ ધરી હતી.
ઉચ્ચ અધિકારીઓ નેમાહિતગાર કર્યા હતા અને સરકારની કામગીરીથી વાલીઓ ને વાકેફ કરવામાં આવેલ હતાં. વિદ્યાર્થિઓને ટુંક સમયમાં વ્યવસ્થા કરી પરત લાવવા માં આવશે તેમ પણ જણાવ્યું હતું.
પરીવારજનોમાં રામકુભાઈ કરપડા જોરૂભાઈ કરપડા એ જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી ગલચર સાહેબ રૂબરૂ મુલાકાત લેતા અમોને આશ્વાસન આપ્યું હતું અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિધાર્થીઓ પરત વતન ફરશે તેની હૈયાધારણા આપી હતી. સાથે અધિકારી જાડેજા સાહેબ હાજર રહ્યા હતા.
