Not Set/ અમદાવાદમાં ડેન્ગ્યુનો હાહાકાર,16 દિવસમાં 454 કેસ,10ના મોત

વડોદરા અને જામનગર બાદ અમદાવાદમાં પણ ડેન્ગ્યુ જેવા રોગોએ લોકોનું જીવવું હરામ કર્યું છે.અમદાવાદ શહેરમાં નવેમ્બર માસના માત્ર 16 દિવસમાં જ ડેન્ગ્યુના 454, મલેરિયાના 173 સહિત મચ્છરજન્ય રોગચાળાના 646 દર્દીઓ મ્યુનિ.હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે. શહેરમાં ડેન્ગ્યુના કારણે 10 લોકોના મોત થયા છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસોમાં અનેક ગણો વધારો થયો […]

Ahmedabad Gujarat

વડોદરા અને જામનગર બાદ અમદાવાદમાં પણ ડેન્ગ્યુ જેવા રોગોએ લોકોનું જીવવું હરામ કર્યું છે.અમદાવાદ શહેરમાં નવેમ્બર માસના માત્ર 16 દિવસમાં જ ડેન્ગ્યુના 454, મલેરિયાના 173 સહિત મચ્છરજન્ય રોગચાળાના 646 દર્દીઓ મ્યુનિ.હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે.

શહેરમાં ડેન્ગ્યુના કારણે 10 લોકોના મોત થયા છે

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસોમાં અનેક ગણો વધારો થયો છે.ગત વર્ષે  સમગ્ર નવેમ્બર માસમાં ડેન્ગ્યૂના 332 કેસ નોંધાયા હતા. જેની સામે આ વર્ષે નવેમ્બર માસના ફક્ત 16 દિવસમાં જ ડેન્ગ્યૂના 454 દર્દીઓ મ્યુનિ.હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ વર્ષે ડેન્ગ્યૂના 122 વધુ કેસ જોવા મળ્યા છે. નવેમ્બર માસમાં 16 તારીખ સુધીમાં સાદા મલેરિયાના 152, ઝેરી મલેરિયાના 21, ડેન્ગ્યૂના 454 અને ચીકનગુનિયાના 19 કેસ મ્યુનિ.હોસ્પિટલોમાં નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે શહેરમાં જાન્યુઆરીથી લઇને તા.16 નવેમ્બર સુધીમાં મલેરિયાનો તાવ હોય તેવા 13.54 લાખ લોહીના નુમના લેવાયા છે. જ્યારે ડેન્ગ્યૂની શક્યતા હોય તેવા 43,112 લોહીના નમુના લેવાયા હતા. આ આંકડાઓ જ દર્શાવે છેકે શહેરમાં તાવ સહિતનો રોગચાળો કેટલી હદે વકર્યો છે.

નવેમ્બરમાસમાં 16 દિવેસમાં પાણીજન્ય રોગચાળાના 553 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા-ઉલટીના 265, કમળાના 104, ટાઇફોઇડના 184 કેસો છે. નોંધપાત્ર છેકે શહેરમાં ઉભરાતી ગટરો, કેટલાક વિસ્તારોમાં આવતું દુષિત પાણી, સફાઇનો અભાવ સહિતના કારણો રોગચાળા મામલે જવાબદાર છે. આ વર્ષે રોગચાળો કાબૂમાં લેવામાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.