Vadodara News : વડોદરાના દાંડિયા બજાર સ્થિત હોટેલમાં યુવકના મોત (Hotel) મામલે FSL રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. 19 ઓગસ્ટે હોટેલ વિન્ટેજના રૂમમાં બનેલી ઘટનામાં મૃતક સહિત ત્રણેય યુવકોએ વાયગ્રાનો હાઈ ડોઝ લીધો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં યુવકનું મોત વીજ કરંટ લાગવાથી થયું હોવાનું જાણવા મળ્યું છે..
18 ઓગસ્ટની રાતે Hotelમાં થયેલ યુવકના મોત અંગે ખુલાસો
પાણીગેટ વિસ્તારના યુનુસ અને ભાયલી વિસ્તારના મહેશ (બંને નામ બદલ્યાં છે) ચાર મહિના અગાઉ ગ્રિન્ડર એપ મારફતે સંપર્કમાં આવ્યા હતા. 18 ઓગસ્ટની રાત્રે બંને હોટેલ વિન્ટેજ પહોંચ્યા અને રૂમ નંબર 304 બુક કર્યો હતો. આ દરમિયાન યુનુસે રમેશ (નામ બદલ્યું છે)ને પણ હોટેલમાં બોલાવ્યો હતો. તે રાત્રે આશરે 3:05 વાગ્યે હોટેલ પહોંચ્યો અને રૂમ (Hotel Room) નંબર 304માં ગયો હતો.
વીજ કરંટથી યુવકનું મોત
રૂમની લાઈટ ટ્રિપ થયા બાદ યુનુસ સ્નાન કરીને બહાર આવ્યો હતો. તેણે ભીના હાથે લાઈટનું સ્વીચ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેને કરંટ (Electric Shock)લાગ્યો અને તે રૂમમાં જ ઢળી પડ્યો હતો.
ત્યારબાદ મહેશે હોટેલ સ્ટાફને લાઈટ ટ્રિપ થયાની જાણ કરી અને રૂમ બદલવાની માગ કરી. હોટેલે રૂમ નંબર 302 ફાળવ્યો હતો. ત્યારબાદ મહેશ યુનુસને રૂમ 304માંથી ઢસડીને રૂમ 302માં લઈ ગયો હતો.
વાયગ્રાનો હાઈ ડોઝનો પણ ખુલાસો
આ ઘટના બાદ રમેશ આશરે 3:25 વાગ્યે હોટેલમાંથી નીકળી ગયો હતો. જ્યારે મહેશ સવારે 6:30 વાગ્યે રિસેપ્શન પર પહોંચ્યો અને યુનુસને કંઈક થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે યુનુસને મૃત જાહેર કર્યો હતો.
આ કેસમાં FSL તપાસ (FSL Investigation) દરમિયાન મૃતક સહિત ત્રણેય યુવકોએ વાયગ્રાનો હાઈ ડોઝ(Viagra High Dose) લીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: નર્મદાના તિલકવાડામાં નર્મદા કિનારે ભેખડ પરથી પટકાતા યુવકનું મોત, શરીર પર ઈજાના નિશાન
આ પણ વાંચો: દિલ્હીની હોટલના ચોથી માળે યુવકે લગાવી મોતની છલાંગ, પોલીસે શરૂ કરી તપાસ
આ પણ વાંચો: વડોદરાની હોટલમાં યુવકનું રહસ્યમય મોત: રાત્રે 3 વાગ્યે રૂમ બુક કર્યો, સવારે મૃતદેહ મળ્યો
