પક્ષ પલટો/ અતિ મહત્વકાંક્ષા! કોંગ્રેસમાંથી રાજીનામું આપી પૂર્વ યુથ પ્રમુખ વિશ્વનાથ કેસરિયો ધારણ કરશે

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ અતિ નાજુક છે.ગઇકાલે ગુજરાતના યુથ પ્રમુખ વિશ્વનાથ સિંહે રાજીનામું આપી દીધું હતું જેનાથી ખળભળાટ મચી ગયો હતો

Top Stories Gujarat
14 1 અતિ મહત્વકાંક્ષા! કોંગ્રેસમાંથી રાજીનામું આપી પૂર્વ યુથ પ્રમુખ વિશ્વનાથ કેસરિયો ધારણ કરશે
  • ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર
  • ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જોડાશે ભાજપમાં
  • ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે થઈ બંધ બારણે બેઠક
  • કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર સાથે પણ કરી મુલાકાત
  • પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિશ્વનાથસિંહની કરાવી મુલાકાત
  • ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથેના એક્સક્લઝીવ ફોટો આવ્યા સામે
  • ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.વનરાજસિંહ ચાવડા પણ રહ્યા ઉપસ્થિત
  • ગઈકાલે વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસની સ્થિતિ અતિ નાજુક છે.ગઇકાલે ગુજરાતના યુથ પ્રમુખ વિશ્વનાથ સિંહે રાજીનામું આપી દીધું હતું જેનાથી ખળભળાટ મચી ગયો હતો.હવે તે ભાજપનો કેસરીયો ધારણ કરશે. ગઇકાલે વિશ્વનાથ સિંહે રાજીનામું આપ્યા બાદ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ સાથે બંધ બારણે બેઠક કરી હતી,આ મુલાકાત પ્રદેશ મંત્રી પ્રદીપ સિહ વાઘેલાએ કરાવી  હતી, આ મુલાકાતમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ પણ  ઉપસ્થિત હતા.

ઉલ્લેખનીય છે કે વિશ્વનાથસિંહે ગઇકાલે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવીને રાજીનામું આપ્યું  હતું,વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે.રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા જ યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વાનાથ વાઘેલાએ રાજીનામુ આપ્યુ છે. ત્યારે આ સમાચાર કોંગ્રેસ માટે ઝટકો સમાન છે. સાથે જ વિશ્વનાથ વાઘેલાના ભાજપમાં જોડાવાની અટકળો પણ પૂર્ણ વિરામ મૂકાયો છે તે હવે ભાજપમાં જોડાશે.

રાજીનામુ આપીને વિશ્વનાથ વાઘેલાના કોંગ્રેસ પર મોટા આરોપો લગાવ્યા  છે. વિશ્વનાથ વાઘેલાએ આરોપ કર્યાં કે, કોંગ્રેસ પરિવારની ભક્તિ કરવા માટે છે. હાલની કોંગ્રેસ દેશની સેવા માટે નથી. 1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું છે. મારી પાસેથી પૈસા લઈ કોંગ્રેસે વેચાતા પદ આપ્યા છે. છતાં હું સિનિયર નેતાના આંતરિક જૂથવાદનો ભોગ બન્યો છું. યુવાનો માટે કોંગ્રેસમાં કોઈ જગ્યા નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  કોંગ્રેસે દેશને આઝાદી અપાવી, એવા પક્ષ સાથે કામ કરીશું તો લોકસેવા કરીશું. ધીરે ધીરે ખબર પડી કે, હવે નવી કોંગ્રેસ બની છે. કચવાટ અને મૂંઝવણ સાથે કોંગ્રેસમા કામ કરતા રહ્યાં. મારા પિતા પોલીસ ખાતામાં હતા, તેથી પીએસઆઈ બનાવીને કારકિર્દી બનાવી શકત. પરંતું કોંગ્રેસ માટે 8 લાખ 40 હજાર જેટલા મેમ્બર બનાવ્યા. એક મેમ્બરના 50 રૂપિયા, અમે મતદારો બનાવીને ફી ભરી. મારા પિતા ગુજરી ગયા પછી જે રૂપિયા આવ્યા હતા તે પણ ચૂંટણીમાં વાપરી નાંખ્યા. ચૂંટણી જીત્યા પછી મને આનંદ પણ થયો. પરંતુ બીજા દિવસે ખબર પડી કે કોંગ્રેસને તેનો ગર્વ નથી. મને ફેલ કરવાની સ્ટ્રેટેજી બનાવી. વિશ્વનાથને ફેલ કરવા યૂથ કોંગ્રેસને ફેલ કરવાની. હવે મારી સહનશક્તિએ જવાબ આપ્યો. હુ નહિ મારી પહેલાના કાર્યકર્તાઓએ પણ આ જોયું છે. હું પાર્ટી છોડું એટલે મને ગદ્દાર કહેશે. પરંતુ હુ સંઘર્ષ કરીને તમારી સિસ્ટમમાં રહીને પ્રદેશ પ્રમુખ બન્યો. તેને મદદ કરવાને બદલે મારી ટીકા કરી. મને કચરો જાય છે તેવું કહ્યું. હું છેલ્લા પંદર વીસ દિવસથી મૂંઝવણ અનુભવતો હતો. સંઘર્ષ હજી પણ કરીશું, પરંતુ એવુ થાય કે આ એનર્જિ આ રૂપિયા વેડફીને શું મળશો. અમારા જેવા સેંકડો કાર્યકર્તા તમારી પાસે આવે ત્યારે કોઈ મદદ ન કરે, અને હેરાન કરે ત્યારે દુખ થાય છે. દુખ સાથે કોંગ્રેસ છોડી છે