Not Set/ જીન્ગેશ મેવાણીએ રાજકીય પાર્ટીઓ સાથે જોડાવવા અંગે આપ્યું આ મહત્વપૂર્ણ નિવેદન, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા રાજકીય ગરમાવા વચ્ચે દલિત આંદોલનના આગેવાન જીન્ગેશ મેવાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ સાથે જોડાવવા અંગે તેઓએ જણાવ્યું, “૨૦૧૭ ના વિધાનસભા ચુંટણીમાં તે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાશે નહિ”. આ નિવેદન બાદ જીગ્નેશ મેવાણીના કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવવા અંગે ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. આ કારણે […]

Top Stories
jignesh kdGH જીન્ગેશ મેવાણીએ રાજકીય પાર્ટીઓ સાથે જોડાવવા અંગે આપ્યું આ મહત્વપૂર્ણ નિવેદન, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા રાજકીય ગરમાવા વચ્ચે દલિત આંદોલનના આગેવાન જીન્ગેશ મેવાણીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોંગ્રેસ સાથે જોડાવવા અંગે તેઓએ જણાવ્યું, “૨૦૧૭ ના વિધાનસભા ચુંટણીમાં તે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાશે નહિ”. આ નિવેદન બાદ જીગ્નેશ મેવાણીના કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવવા અંગે ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. આ કારણે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગશે તેમ માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, રાજ્ય સરકાર વિરુધ અવાજ ઉઠાવનાર ત્રિપુટી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર, પાસ કન્વીનર હાર્દિક પટેલ અને દલિત નેતા જીગ્નેશ મેવાણીને એકજુથ કરી કોંગેસ પાર્ટી સાથે જોડવાની તજવીજ કોંગ્રેસ કરવામાં આવી રહી હતી. આ પહેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી તેમજ હાર્દિક પટેલે પણ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.