Not Set/ રાજકોટ/ રાધે નમકીનના માલિક દર્શન રાણિપાનો આપઘાત

ભારત-ઓસ્ટ્રેલિયાની વન ડે મેચ બાદ આપઘાત દર્શન રાણિપા નામના યુવકે કર્યો આપઘાત નંદવિલેજ સોસાયટી ખાતે રહેતા હતા દર્શન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલી નંદવિલેજ સોસાયટી ખાતે રહેતા અને રાધે નમકીનના માલિક દર્શનભાઈ ચમનભાઈ રાણિપા એ કોઈ અગમ્ય  કારણોસર જીવન ટુંકાવ્યું છે. તેમણે પડધરી ખાતે આવેલા રાધે નમકીનના કારખાનામાં ઝેરી […]

Gujarat Rajkot
darshan ranipa રાજકોટ/ રાધે નમકીનના માલિક દર્શન રાણિપાનો આપઘાત
  • ભારત-ઓસ્ટ્રેલિયાની વન ડે મેચ બાદ આપઘાત
  • દર્શન રાણિપા નામના યુવકે કર્યો આપઘાત
  • નંદવિલેજ સોસાયટી ખાતે રહેતા હતા દર્શન
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલી નંદવિલેજ સોસાયટી ખાતે રહેતા અને રાધે નમકીનના માલિક દર્શનભાઈ ચમનભાઈ રાણિપા એ કોઈ અગમ્ય  કારણોસર જીવન ટુંકાવ્યું છે.

તેમણે પડધરી ખાતે આવેલા રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તેમના પિતા ચમનભાઈને ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન આવેલી છે. સુખી સંપન્ન પરિવારના પુત્રના મોતને લઈને પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પડધરી ખાતે આવેલ રાધે નમકીનના કારખાનામાં જ ઝેરી દવા ગટગટાવીને તેના માલિક દર્શનભાઈ રાણિપાએ  આત્મહત્યા કરી લીધી હતી.  શ્રમિકોને ઝેરી દવા પી લીધાની જાણ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દર્શનભાઈનું મોત નીપજ્યું હતું.

દર્શન રાધે નમકીનમાં પાર્ટનર હતાં. અને એક વર્ષ અગાઉજ તેમના લગ્ન થયા હતા.  અને પરિવારનો પણ એક નો એક પુત્ર હોવાની વિગતો સાંપડી છે.

ઉલ્લેખનીય છે કે, ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલા ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બીજી  વન-ડે મેચ હતી. દર્શનભાઈ મેચ જોવા માટે પણ ગયા હતા. ત્યારબાદ ત્યાંથી રાધે નમકીનના કારખાનાના શ્રમિકો માટે નાસ્તો લઇ શ્રમિકોને આપ્યો હતો અને પોતે ઓફીસમાં જઇ ઝેરી દવા પી લીધી હતી. શ્રમિકોને જાણ થતા તેમને તુરંત જ હોસ્પિટલે ખસેડ્યા હતાં.  પરંતુ સારવાર દરમિયાન જ દર્શનભાઈનું મોત થયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.