ગુજરાત/ ભાવનગરની ઐતિહાસિક ધરોહરની સફાઈ ક્યારે?

દેશને સૌપ્રથમ રજવાડું ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કર્યું હતું.પરંતુ ભાવનગરના ઐતિહાસિક સ્મારકોમાંથી મોટાભાગના સ્મારકો સફાઈને લઈને ઝઝુમી રહ્યા છે.

Gujarat Others
ઐતિહાસિક

ભાવનગરમાં રાજા રજવાડા સમયની 22 ઇમારતોનો ઐતિહાસિક ઇમારતમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાંની એક ગંગા ડેરીને મીની તાજમહેલની પણ ઉપમા અપાવવામાં આવી છે. જે શહેરની બરોબર મધ્યમાં સ્થિત છે. પરંતુ સફાઈના અભાવને લઈને લોકો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ શહેરનું જોવા લાયક સ્થળ છે પરંતુ ચારે બાજુ ગંદકીના ઢેર છે ત્યારે સવાલ એ છે કે આની સફાઈ ક્યારે થશે.

દેશને સૌપ્રથમ રજવાડું ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કર્યું હતું.પરંતુ ભાવનગરના ઐતિહાસિક સ્મારકોમાંથી મોટાભાગના સ્મારકો સફાઈને લઈને ઝઝુમી રહ્યા છે.ભાવનગરના ઘરેણા સમાન શહેરની મધ્યમાં આવેલ ગંગાછત્રી એ ઐતિહાસિક ધરોહર છે અને 1965થી રક્ષિત જાહેર કરાઇ છે.

ભાવનગર શહેરની મધ્યમાં ગંગાજળિયા તળાવની કાંઠે આવેલ ગંગાછત્રી નામની ગંગા ડેરી ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ 1875માં પાટવીકુંવર ભાવસિંહજીને જન્મ આપીને સદગત થયેલ પોતાના ગોંડલ વાળા રાણી માજીરાજબાના સ્મરણાર્થે 1893માં બંધાવવામાં આવેલ. પરંતુ સફાઈના અભાવે પર્યટકો અહીં આવવાનું ટાળી રહ્યા છે.ભાવનગર સીટી મામલતદારને આ અંગે જાણકારી અપાઈ હતી. ત્યારે તેમણે મહાનગર પાલિકાને ઐતિહાસિક ધરોહરની સફાઈ માટે મહાનગર પાલિકાને લેખિતમાં જણાવ્યું હતું. તેમજ ભાવનગર પોલીસને પણ પેટ્રોલિંગ કરવા સૂચન કરવામાં આવ્યું છે.

ભાવનગરમાં આવેલ ઐતિહાસિક સ્થળો માની એક ગંગાડેરીની સફાઈ માટે મહાનગરપાલિકાને અગાઉ સિટી મામલતદારે લેખિતમાં સૂચન કર્યું હતું.ત્યારે ગાર્ડન વિભાગના ઈજનેર દ્વારા જણાવાયું હતું કે, ગંગાડેરીની સમયસર સફાઈ થાય છે.પરંતુ સ્થાનિક વેપારીઓ કચરો નાખી ઐતિહાસિક ધરોહરનું અપમાન કરી રહ્યા છે. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક ધરોહરની જાણવણી માટે સિક્યુરિટી ગાર્ડની પણ જરૂર છે.

આ પણ વાંચો:દોઢ કરોડની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ

આ પણ વાંચો:G20 અધ્યક્ષતા હેઠળ પ્રથમ પ્રવાસન કાર્યકારી સમૂહની બેઠકનું ગુજરાતના કચ્છના રણમાં આજે સફળતાપૂર્વક સમાપન

આ પણ વાંચો:હદ કરી માફિયાઓ બન્યા બેફામ, ખનીજ માફિયાઓએ લગાવ્યુ GPS