Online Loan Apps: કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (Meity) એ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને Kisht, PayU’s LazyPay સહિત અનેક એપ્સ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય બાદ હવે ઘણી ઓનલાઈન લોન આપતી એપ્સ પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે.
નોંધનીય છે કે અગાઉ 8 ફેબ્રુઆરીના (Online Loan Apps) રોજ કેન્દ્ર સરકારના માહિતી મંત્રાલય (IT મંત્રાલય) એ દેશભરમાં કાર્યરત ઓછામાં ઓછી 232 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે કે આમાંની ઘણી ઓનલાઈન એપ્સ (ઓનલાઈન એપ્સ પ્રતિબંધિત)એ સરકારને તેમના દસ્તાવેજો સબમિટ કરીને સાબિત કર્યું છે કે તેઓ રેગ્યુલેટર એપ્સ છે. આવી સ્થિતિમાં સરકારે હવે કેટલીક એપ્સ પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે.
આ એપ્સ પરથી પ્રતિબંધ દૂર કર્યો
મીડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ એપ્સ દ્વારા દસ્તાવેજો સબમિટ કર્યા પછી, સરકારે PayUની LazyPay એપ અને Kisht પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે. આ બાબતે એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું કે, આ એપ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ઘણી એપ્સે તેમના દસ્તાવેજો સરકારને સબમિટ કર્યા છે. આ પછી સરકાર આ તમામ દસ્તાવેજોની તપાસમાં લાગેલી છે. આવી સ્થિતિમાં જે એપ્સની કામગીરી યોગ્ય જણાઈ રહી છે તેના પરથી પ્રતિબંધ હટાવવાના આદેશ આપવામાં આવી રહ્યા છે.
કઈ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
ભારતમાં ઘણી એપ ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટાબાજીનો ધંધો કરતી હતી. તેની સાથે એવી ઘણી એપ્સ પણ કામ કરી રહી હતી જેનું કનેક્શન ચીન સાથે જોડાયેલુ છે. આ સિવાય પણ ઘણી એવી લોન એપ હતી જે આરબીઆઈના નિયમોની અવગણના કરીને લોકો પાસેથી મનસ્વી રીતે વ્યાજ વસૂલી રહ્યા હતા. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોને આ ઓનલાઈન લોન આપતી એપ્સથી બચાવવા માટે સરકારે બુધવારે કુલ 232 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સરકાર દ્વારા જે એપ્સના ડોક્યુમેન્ટ સાચા જણાશે તેના પરથી પ્રતિબંધ ટૂંક સમયમાં હટાવી લેવામાં આવશે.
