દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે. સોમવારે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 60 પૈસાનો વધારો થયો છે. જેના કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટર દીઠ 71.86 રૂપિયાથી વધીને 72.46 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ડીઝલની કિંમત 69.99 રૂપિયાથી વધીને 70.59 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
રવિવારે તેલ કંપનીઓએ 83 દિવસનાં ગાળા બાદ કિંમતોની સમીક્ષા કરતા તેમાં પ્રતિ લિટર 60 પૈસા વધારો કર્યો હતો. આ રીતે, ભાવ સતત બીજા દિવસે પણ વધ્યા છે. આ બે દિવસમાં પેટ્રોલ 1.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હી ઉપરાંત કોલકાતા, મુંબઇ અને ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત સોમવારે અનુક્રમે 74.35, 79.49 અને 76.60 રૂપિયા પ્રતિ લિટર થઇ ગઇ છે. વળી ડીઝલનાં ભાવ અનુક્રમે 66.61, 69.37 અને 69.25 રૂપિયા પ્રતિ લિટર છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દૈનિક બદલાવ ક્રૂડ તેલનાં ભાવનાં આધારે નક્કી કરવામાં આવે છે. કારણ કે ભારત તેના કાચા તેલની 83 ટકા કરતા વધારે આયાત કરે છે. આ માટે ભારતે દર વર્ષે આશરે 100 અબજ ડોલર ચૂકવવા પડે છે. વળી નબળા રૂપિયાને કારણે, ભારતનું આયાત બિલ વધી ગયુ છે અને સરકાર તેની ભરપાઇ કરવા માટે ટેક્સનાં દર ઉંચા રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
