એક સર્વે પ્રમાણે શહેરોમાં રહેનારા ભારતીયોમાંથી 65 ટકા લોકો લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદી છે. પરંતુ પાંચમાંથી માત્ર એક ટકાએ જ ટર્મ ઇનશ્યોરન્સ પ્લાન લીધો છે. મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને માર્કેટ રિસર્ચ ફર્મ કૈન્ટાર આઇએમઆરબીનો અભ્યાસ કરવાથી એ જાણવા મળ્યું હતું કે ઓવરઓલ ઇન્ડિયા પ્રોટેક્શન કોશન્ટ આઇપીકયૂ 35 છે જે ઘણો ઓછો છે.
આઇપીકયૂથી જાણવા મળ્યું છે કે ઝીરોથી 100 વચ્ચે કોઈ શખ્સ ઇમરજન્સીમાં પરિવારને આર્થિક રીતે કેટલું સુરક્ષિત માને છે.
આ અભ્યાસમાં 25-55 વર્ષના 4,566 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. જે દેશના 15 શહેરોમાં રહેતા હતા. મેકસ લાઇફ ઇશ્યોરન્સના એમડી પ્રશાંત ત્રિપાઠીએ કહ્યું કે તેના દેશમાં લાઇફ ઇન્શ્યોરન્સ અંગે કેટલીક રસપ્રદ જાણકારીઓ મળી છે. અને એ પણ જાણવા મળ્યું તે ઇશ્યોરન્સ માટે લોકોની શું વિચારસરણી છે. આ પ્રોટેક્શ કોશન્ટમાં દિલ્લી સૌથી આગળ છે. તો પૂણે અને બેગ્લુરૂ જેવા મેટ્રો શહેરો આઇપીક્યૂ સ્કોર ઘણો ઓછો છે.
તો અભ્યાસ પરથી એ પણ જાણવા મળ્યું કે 25-35 વર્ષની ઉંમર વાળા ફરવા તથા લક્ઝરી ગુડ્સ પર પૈસા ખર્ચે છે. આમાંથી ઘણા લોકોને તો એ અહેસાસ જ નથી કે જો તેઓ દુનિયામાં નહીં હોય તો તેમના પરિવાર પર કેટલી મોટી મુસીબત આવે છે. આમાંથી માત્ર 44 લોકોને ટર્મ ઇન્શયોરન્સ વિશે ખબર છે. તેમાંથી માત્ર 17 ટકાએ જ પોલિસી ખરીદીછે.અને શહેરોમાં રહેતા યુવાનો તો ઇશ્યોરન્સ પોલિસી ખરીદવા જ નથી માગતા.
