કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવી રહેલા ભાવવધારા બાદ પેટ્રોલ-ડીઝલની કિંમત છેલ્લા ચાર વષોમાં રેકોર્ડ સ્તર પર પહોચી છે. આજે બુધવારના રોજ દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવાની છે. સરકાર પેટ્રોલની કિંમતમાં ઘટાડાને લઇને કોઇ નવી ફોર્મ્યુલા લાવી શકે છે.
મંગળવારે દિલ્લીમાં પેટ્રોલની કિંમત 76.87 રૂપિયા પ્રતિલીટર જ્યારેં ડીઝલ 26 પૈસામાં વધારા સાથે 68.08 રૂપિયા પ્રતિલીટર થઇ ગયું છે. પેટ્રોલ-ડીઝલની આ કિંમત રેકોર્ડ સ્તર પર પહોચી છે.
કિંમત ઘટાડવા સરકાર કોઇ નવી ફોર્મ્યુલા લાવી શકે
નવ દિવસથી પેટ્રોલની કિંમતમાં 2.24 રૂપિયા જયારે ડીઝલમાં 2.15 રૂપિયા પ્રતિલીટરનો વધારો થયો છે. એક સિનીયર અધિકારીના જણાવ્યા મુજબ સરકાર ઇંધણની કિમતઅ થઇ રહેલા વધારાને સંકટની સ્થિત માની રહી છે. સરકાર કિમતોમાં ઘટાડો કરવા માટે આ અઠવાડિયામાં ઘણા નવા પગલા લઇ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર વિચાર કરી છે.
અલગ અલગ રાજ્યમાં વેટનો દર
દિલ્લીમાં એપ્રિલમાં પેટ્રોલ પર 15.84 રૂપિયા જયારે ડીઝલ પર 9.68 રૂપિયા પ્રતિ લીટર વેટ હતો. જેમાં મંગળવારે વધીને પેટ્રોલ પર 16.34 રૂપિયા અને ડીઝલ પર 10.02 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ પર સૌથી ઓછો વેટ 16.62 ટકા ગોવામાં છે જયારે સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39.48 ટકા જેટલો છે. કુલ રાજ્યોમાં આ દર 25થી 35 ટકા વચ્ચે છે.
13 રાજ્યોમાં વેટનો દર 20 ટકાથી વધારે છે. એપ્રિલ 2014ની ડીસેમ્બર 2017 સુધીમાં માત્ર 45 મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે 14,67,462 કરોડની આવક એકત્ર કરી છે. જેમાં કેન્દ્રનો હિસ્સો 8 લાખ કરોડની આસપાસ છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર થઇ શકે છે ચર્ચા
દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાવાની છે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ચર્ચા થશે. પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવા રાજ્યોને વેટ ઘટાડવા કેન્દ્ર કહી શકે છે. બીજેપી શાસિત રાજ્યોમાં આંશિક વેટ ઘટાડો થઇ રહ્યો છે. વધારાના વેટ ઘટાડી શકાય છે કે કેમ તે અંગે ચર્ચા થઈ શકે છે
પેટ્રોલની વધતી કિંમત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે વિક્ષેપ કર્યા હોવાના અહેવાલ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા જતા પેટ્રોલના ભાવને લઇને ચિંતા વ્યક્ત કરતાં તમામ સિનીયર પ્રધાનોની બેઠક બોલાવી છે. કેન્દ્રની કેબિનટ બેઠક બાદ આ હાઇ લેવલની મીટીંગ યોજાય તેવી શક્યતા છે. સરકાર પેટ્રોલની કિંમતમાં ઘટાડાને લઇને કોઇ નવી ફોર્મ્યુલા લાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે જ્યાં સરકાર પોતાના 4 વર્ષ પુરા થવાને લઇને દેશભરમાં જ્યારે ઉજવણી કરવા જઇ રહી છે ત્યારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતના વધારો સરકારની ઉજવણીમાં ખલેલ પાડી શકે છે.
